Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે Hanumankind? અમેરિકામાં આપ્યું શાનદાર પ્રદર્શન, PM મોદી પણ બન્યા ફેન

Hanumankind એ ગાયું પ્રખ્યાત રેપ 'Big Dawgs' રેપરે US માં ક્રાઉડની સામે શાનદાર પ્રદર્શન કર્યું 'Big Dawgs'એ સનસનાટી મચાવી હતી 'Big Dawgs' રેપથી ફેમસ થયેલા રેપર Hanumankind ન્યૂયોર્કમાં રેપરના પર્ફોર્મન્સને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા. રેપરે US માં...
કોણ છે hanumankind  અમેરિકામાં આપ્યું શાનદાર પ્રદર્શન  pm મોદી પણ બન્યા ફેન
  1. Hanumankind એ ગાયું પ્રખ્યાત રેપ 'Big Dawgs'
  2. રેપરે US માં ક્રાઉડની સામે શાનદાર પ્રદર્શન કર્યું
  3. 'Big Dawgs'એ સનસનાટી મચાવી હતી

'Big Dawgs' રેપથી ફેમસ થયેલા રેપર Hanumankind ન્યૂયોર્કમાં રેપરના પર્ફોર્મન્સને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા. રેપરે US માં ક્રાઉડની સામે શાનદાર પ્રદર્શન કર્યું. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન તેણે PM મોદીની સામે પરફોર્મ કર્યું હતું.

Advertisement

Hanumankind એ ગાયું પ્રખ્યાત રેપ 'Big Dawgs'

લોંગ આઇલેન્ડમાં આયોજિત 'Modi&US' નામના આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ દર્શાવવામાં આવી હતી. PM મોદી સ્ટેડિયમમાં પ્રવેશતાની સાથે જ ભારતની સાંસ્કૃતિક ઝલક જોવા મળી હતી. આ દરમિયાન કેરળના પોપ સેન્સેશન Hanumankind એ તેમનું પ્રખ્યાત રેપ 'Big Dawgs' પણ ગાયું હતું.

Advertisement

'Big Dawgs'એ સનસનાટી મચાવી હતી...

10 જુલાઈ, 2024 ના રોજ 'Big Dawgs' નામનું એક રેપ ગીત YouTube પર અપલોડ કરવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં, આ રેપ આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયું અને તેને લાખો વ્યૂઝ મળવા લાગ્યા. રિલીઝ થતાની સાથે જ રેપે એવી હલચલ મચાવી દીધી કે માત્ર 2 અઠવાડિયામાં જ તેના યુટ્યુબ વીડિયો પર વ્યૂઝ 1.2 મિલિયન એટલે કે 12 લાખને વટાવી ગઈ.

આ પણ વાંચો : New York માં PM મોદીનું સંબોધન, કહ્યું- 'નમસ્તે' વૈશ્વિક બની ગયું છે...

Advertisement

Hanumankind કોણ છે?

Hanumankind નું સાચું નામ સૂરજ ચેરુકટ છે. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1992 ના રોજ કેરળના મલપ્પુરમમાં થયો હતો, જોકે તેમના પિતાની નોકરીના કારણે તેઓ ઘણા દેશોમાં રહ્યા છે. 15 વર્ષની ઉંમરે, Hanumankind એ મિત્રો સાથે રેપ કરવાનું શરૂ કર્યું. આજે તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. Hanumankind નામ રાખવા અંગે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે આ નામ હનુમાન અને અંગ્રેજી શબ્દ મેનકાઇન્ડ એટલે કે હ્યુમનટીને જોડીને રાખ્યું છે.

આ પણ વાંચો : Joe Biden એ ફરીથી યાદશક્તિ ગુમાવી? સ્ટેજ પર PM મોદીનો પરિચય આપવાનું ભૂલી ગયા... Video

PM મોદીની અમેરિકા મુલાકાત...

તમને જણાવી દઈએ કે, PM મોદી અમેરિકાના 3 દિવસના પ્રવાસે ગયા છે. રવિવારે PM નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. ન્યુયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ દરેક જગ્યાએ મોદી-મોદીના નારા લાગ્યા હતા. PM મોદીની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન સર્વત્ર ભારત-ભારતના નાદ ગુંજી રહ્યા હતા.

આ પણ વાંચો : QUAD મીટિંગમાં PM Modiએ નામ લીધા વિના ચીનને આપ્યો સ્પષ્ટ મેસેજ; કહ્યું,'અમે કોઈની વિરુદ્ધ નથી'

Tags :
Advertisement

.