ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ છે ફેશમ વકીલ AG.Noorani? 93 વર્ષની વયે અવસાન, Kashmir પર લખી છે આ પુસ્તક...

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ એજી નૂરાનીનું અવસાન 93 વર્ષની વયે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તેમના નિધનથી રાજકારણથી લઈને વિદ્વાન જગતમાં શોકનું મોજું સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ અને બંધારણીય બાબતોના નિષ્ણાત એજી નૂરાની (AG.Noorani)નું ગુરુવારે અવસાન થયું....
09:10 PM Aug 29, 2024 IST | Dhruv Parmar
  1. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ એજી નૂરાનીનું અવસાન
  2. 93 વર્ષની વયે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  3. તેમના નિધનથી રાજકારણથી લઈને વિદ્વાન જગતમાં શોકનું મોજું

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ અને બંધારણીય બાબતોના નિષ્ણાત એજી નૂરાની (AG.Noorani)નું ગુરુવારે અવસાન થયું. 93 વર્ષની વયે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકારણથી લઈને વિદ્વાન જગતમાં શોકનું મોજું છે. કાયદાના નિષ્ણાત હોવાની સાથે તેઓ રાજકીય વિવેચક પણ હતા. તેમણે ઘણા પુસ્તકો લખ્યા. ચાલો જાણીએ કોણ હતા એજી નુરાની?

કોણ હતા એજી નુરાની?

અબ્દુલ ગફૂર નૂરાની (AG.Noorani)એ બોમ્બે હાઈકોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી તેણે લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી. તેમણે તમિલનાડુના ભૂતપૂર્વ CM કરુણાનિધિ વતી તેમના રાજકીય હરીફ જે જયલલિતા વિરુદ્ધ હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. તેમનો જન્મ 16 સપ્ટેમ્બર 1930 ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે મુંબઈથી જ કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમની કોલમ અખબારોમાં પણ પ્રસિદ્ધ થતી હતી.

નૂરાનીએ આ પુસ્તકો લખ્યા હતા...

નૂરાની (AG.Noorani)એ ઘણા પુસ્તકો પણ લખ્યા. તેમણે જમ્મુ-કાશ્મીર (Kashmir) પર 'ધ કાશ્મીર પ્રશ્ન' પુસ્તક લખ્યું હતું. ભારતમાં બંધારણીય પ્રશ્ન અને RSS અને બીજેપી: એ ડિવિઝન ઑફ લેબર, બ્રેઝનેવનો પ્લાન ફોર એશિયન સિક્યુરિટી, બદરુદ્દીન તૈયબજી મિનિસ્ટર્સ મિસકન્ડક્ટ, ધ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ, ધ ટ્રાયલ ઑફ ભગત સિંહ પુસ્તકો તેમના શ્રેયને જાય છે.

આ પણ વાંચો : Maharashtra : છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કેવી રીતે પડી? નિષ્ણાતે જણાવ્યું કારણ...

ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો હતો...

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નૂરાની (AG.Noorani)ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે એજી નુરાની સાહેબના નિધનના સમાચાર સાંભળીને દુખ થયું. નૂરાની (AG.Noorani) સાહેબ વિદ્વાન અને રાજકીય વિવેચક હતા. તેમણે કાયદાકીય બાબતો અને કાશ્મીર (Kashmir), RSS અને બંધારણ જેવા વિષયો પર વિસ્તૃત રીતે લખ્યું. અલ્લાહ તેમને સ્વર્ગમાં સ્થાન આપે.

આ પણ વાંચો : "હું બંદૂક અને બળાત્કારની ધમકીઓથી ડરતી નથી", Kangana Ranaut એ આપ્યું મોટું નિવેદન

ઓવૈસીએ દુઃખ વ્યક્ત કર્યું...

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, વિદ્વાનોમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એજી નૂરાનીનું નિધન થયું છે. મેં તેમની પાસેથી બંધારણથી લઈને કાશ્મીર (Kashmir), ચીન અને સારા ખોરાકની પ્રશંસા કરવાની કળા સુધી ઘણું શીખ્યું. અલ્લાહ તેમને માફી આપે.

આ પણ વાંચો : Chhattisgarh Naxal Encounter: સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નક્સલવાદીઓને ઠાર કર્યા

Tags :
AG NooraniConstitutional expertGujarati NewsIndiaNationalSupreme Court Lawyer
Next Article