Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકિત બૈયાનપુરિયા કોણ છે? જેણે PM મોદી સાથે શ્રમદાન કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે ફિટનેસ ઇન્ફ્યલ્યુએન્સર અંકિત બૈયાનપુરિયા પણ હાજર હતો. ખુદ વડાપ્રધાને આનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયત્નો...
અંકિત બૈયાનપુરિયા કોણ છે  જેણે pm મોદી સાથે શ્રમદાન કર્યું 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે ફિટનેસ ઇન્ફ્યલ્યુએન્સર અંકિત બૈયાનપુરિયા પણ હાજર હતો. ખુદ વડાપ્રધાને આનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયત્નો અગત્યના છે. PM એ ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે અંકિતની પણ પ્રશંસા કરી.
કોણ છે અંકિત બૈયાનપુરિયા
હરિયાણાના સોનીપતમાં જન્મેલા ફિટનેસનો શોખ ધરાવનાર અંકિત બૈયાનપુરિયાને અંકિત સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે.  તે તેના દેશી વર્કઆઉટ માટે લોકોમાં ફેમસ છે. તાજેતરમાં, તેણે 75 દિવસના મુશ્કેલ પડકારને પૂર્ણ કર્યા પછી તે પ્રકાશમાં આવ્યો હતો. આ પડકાર માનસિક સ્વાસ્થ્ય સુખાકારી અને શિસ્ત પર કેન્દ્રિત છે.

Advertisement

75 દિવસનો મુશ્કેલ પડકાર પુરો કર્યો 
તેણે આ ચેલેન્જ અમેરિકન આંત્રપ્રિન્યોર એન્ડી ફ્રિસેલાથી પ્રેરિત થઈને કરી હતી. અંકિતે એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે જ્યારે તે ફિટનેસમાં કંઈક અલગ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેને ફ્રિસેલાનો 75 દિવસનો મુશ્કેલ પડકાર પૂરો કરતો વીડિયો સામે આવ્યો. ત્યારે જ તેણે નક્કી કર્યું કે તે આ પડકાર સાથે ચાલુ રહેશે.
તે પહેલા દેશી રેસલર હતો
અંકિત વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે પહેલા દેશી રેસલર હતો. તેના પિતા ખેડૂત છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. જો કે, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર બૈયાનપુરિયાની મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ માત્ર 28 દિવસમાં 10 લાખથી વધીને 3.7 મિલિયન થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

માનસિક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ
તેણે કહ્યું હતું કે, 'હું એક મહિનાથી ઓછા સમયમાં લગભગ 28 લાખ ફોલોઅર્સ મેળવીને આશ્ચર્યચકિત છું. હું ખૂબ આભારી છું. એક મહિના કરતાં ઓછા સમયમાં 2.7 મિલિયન ફોલોઅર્સનો વધારો જોઈને હું પણ આશ્ચર્યચકિત છું. હું ખૂબ આભારી છું. હું દરેકને એક જ સંદેશ આપવા માંગુ છું કે માત્ર શારીરિક તાકાતની શોધ ન કરો; માનસિક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે આધ્યાત્મિકતામાંથી જ મળે છે. તેથી 'ભગવત ગીતા' વાંચો અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો.
Advertisement
Tags :
Advertisement

.