Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WHO ના ડાયરેક્ટર જનરલ Tedros Adhanom એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાતે

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન G20 અંતર્ગત હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક મળવાની છે. વિવિધ દેશના આરોગ્ય મંત્રીશ્રી, ડેલીગેશન અને વૈશ્વિક નામાંકિત સંસ્થાઓના અગ્રણી ગુજરાતમાં આયોજિત આ બેઠકમાં સહભાગી બનશે.16 મી ઓગષ્ટે WHO ના ડાયરેક્ટર...
06:34 PM Aug 16, 2023 IST | Viral Joshi

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન G20 અંતર્ગત હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક મળવાની છે. વિવિધ દેશના આરોગ્ય મંત્રીશ્રી, ડેલીગેશન અને વૈશ્વિક નામાંકિત સંસ્થાઓના અગ્રણી ગુજરાતમાં આયોજિત આ બેઠકમાં સહભાગી બનશે.16 મી ઓગષ્ટે WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધનોમે (Tedros Adhanom) ગાંધીનગરના આદરજ મોટી ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર(HWC)ની મુલાકાત લીધી.

HWC કેન્દ્રની માહિતી મેળવી

આ મુલાકાતમાં WHO સાઉથ ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડૉ. પુનમ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ જોડાયા હતા. ડૉ. ટેડ્રોસે આદરજ મોટી HWC ની મુલાકાત લઈને કેન્દ્રમાં ઉપલબ્ધ સેવા-સુવિધાની વિગતવાર માહિતી મેળવી હતી.

સેન્ટરની પ્રશંસા કરી

કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મિશનની ડૉ.ટ્રેડોસે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, WHO પણ ગ્રામીણ સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે તેવામાં ભારત સરકારની ગ્રામીણ સ્તરે HWCની પહેલ પ્રશંસનીય છે. કોઈ પણ આરોગ્ય માળખાને મજબૂત બનાવવા પ્રાથમિક આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ મહત્વનું છે. ભારત સરકાર જેમાં સરાહનીય કામગીરી કરી રહી છે.

ભારતે આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરી

ભારત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતા મહત્વના બ્લડ ટેસ્ટ અને નિદાન લોકોને મોટી બિમારીના ઝડપી નિદાન ઉપલબ્ધ કરાવે છે. વિશ્વના ઘણા દેશોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લગતી સેવાઓમાં ઘણું ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ભારત દેશ આયુષ્માન ભારત અંતર્ગત દેશના દરેક રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરી છે જે આજે મોટી આદરજ હેલ્થ સેન્ટરમાં રૂબરૂ વિગતવાર જોયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

એનરોલમેન્ટ કામગીરી રૂબરૂ નિહાળી

HWCમા ઉપલબ્ધ ટેલીકન્સલટેશન સુવિધાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, દૂર સુદૂર અને રીમોટ વિસ્તારમાં રહેતા દર્દીઓને ઘરે બેઠા નિષ્ણાત તબીબી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ખરેખર સરાહનીય છે. જે સમય અને નાણાં બન્નેની બચત કરે છે. ડૉ.ટ્રેડ્રોસે HWC માં ટેલીકન્સલટેશન, આભા જનરેશન , બિન ચેપી રોગ સ્ક્રીનીંગ, હેલ્થ મેળા,PMJAY- મા એનરોલમેન્ટ કામગીરી રૂબરૂ નિહાળી હતી તેમજ HWC કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પણ વાંચો : BHARUCH : મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ

Next Article