ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WHO એ જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો! બાળકોમાં થઈ રહી છે આવી અસરો

WHO COVID-19 Survey Report: કોરોના વેક્સિનને લઈને અત્યારે લોકો ખુબ જ ગભરાયેલા છે. અનેક એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયેલો છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કાર્યાલય દ્વારા એક...
05:22 PM May 02, 2024 IST | VIMAL PRAJAPATI
WHO COVID-19 Survey Report

WHO COVID-19 Survey Report: કોરોના વેક્સિનને લઈને અત્યારે લોકો ખુબ જ ગભરાયેલા છે. અનેક એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયેલો છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કાર્યાલય દ્વારા એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કોવિડ-19 મહામારી અને 7થી 9 વર્ષના બાળકોમાં વધતા મોટાપા અંગે સંબંધ છે તેવી પુષ્ટિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે નાના બાળકોમાં મોટાપો સતત વધી રહ્યો છે.

WHO દ્વારા જાહેર કરવામાં આવ્યો એક રિપોર્ટ

મળતી વિગતો પ્રમાણે ‘Report on the impact of the COVID-19 pandemic on the daily routine and behaviours of school-aged children: results from 17 Member States in the WHO European Region’ નામ સાથે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોરાના અને બાળકોને લઈને ખાસ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ બુધવારે જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક મહામારીના કારણે બાળકોની શારીરિક સ્થિતિ પર અસર થઈ રહીં છે.

17 દેશોના બાળકો પર કરવામાં આવ્યો સર્વે

UN ના તજજ્ઞોના જણાવ્યા અનુસાર, બાળકોએ ફોન, લેપટોપ જેવા ઉપકરણોની સ્ક્રીન ખુબ જ વધારે સમય પસાર કર્યો છે. જેના કારણે શારીરિક રૂપે તેમને અસર થઈ છે. આ સાથે તેમના વજન પણ ખુબ જ વધી ગયો છે. નોંધનીય છે કે, UN દ્વારા યૂરોપના વિસ્તારમાં આવેલા 53 સભ્યોએ 17 દેશોમાં 2021થી 2023 દરમિયાન આ સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 50 હજારથી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો.

WHO ના અભ્યાસમાં કોરોના દરમિયાન નીચેના વલણો જોવા મળ્યા

આ દેશના બાળકોમાં જોવા મળ્યા પરિવર્તન

ડબ્લ્યુએચઓ યુરોપિયન ઑફિસમાં પોષણ, શારીરિક પ્રવૃત્તિ અને સ્થૂળતા પરના પ્રાદેશિક સલાહકાર ડૉ. ક્રેમલિન વિક્રમસિંઘે જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં સકારાત્મક ફેરફારો થયા છે, જેમ કે પરિવારો સાથે ભોજન કરે છે. પરંતુ, એવા દેશો પણ છે જ્યાં સ્થિતિ ચિંતાજનક છે. બાળકોમાં બિનઆરોગ્યપ્રદ રીતે ખાવા-પીવાની વૃત્તિ વધી છે અને તેમના શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાનો સમયગાળો પણ વધ્યો છે.

આ પણ વાંચો: Vietnam : જળાશયમાં એક સાથે 200000 માછલીઓ મૃત્યુ પામી, જાણો શું છે કારણ

આ પણ વાંચો: UAE : દુબઈમાં ફરી ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર, અનેક સેવાઓ ઠપ…

આ પણ વાંચો: Colombia: ચોરીની એક અજીબ વારદાત, સપને પણ ના વિચાર્યું હોય તેવી વસ્તુની ચોરાઈ!

Tags :
COVID-19 NewsCOVID-19 Survey ReportCovid-19 UpdateInternational NewsWHO COVID-19 NewsWHO COVID-19 Survey ReportWHO latest NewsWHO NewsWHO Released COVID-19 Survey ReportWHO Survey ReportWHO Update
Next Article