America માં હવે ટ્રમ્પ સરકાર, ગુજરાતીઓએ પરિણામ વધાવ્યા
- અમેરિકામાં હવે ટ્રમ્પ સરકાર, ગુજરાતીઓએ પરિણામ વધાવ્યા
- છ ભારતીય મૂળના સાંસદો ચૂંટાતા ભારતીયોમાં જશ્નનો માહોલ
- રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલ ભારતીયોને ટ્રમ્પ સરકારમાં ખાસ મહત્વના પદ મળશે તેમ પણ લાગી રહયું છે : યોગી પટેલ
America : અમેરિકા (America)માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની જીત થતા અમેરિકન ભારતીયો માં નવો ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થયો છે. અમેરિકાના ગુજરાતી અને ખાસ કરીને ભારતીય પ્રજા પ્રભાવિત રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજયનાદ ગાજી રહ્યો છે. વળી ચૂંટણીમાં ભારતીય મૂળના છ સાંસદો પણ ચૂંટાયા છે. જે અમેરિકન રાજકારણમાં ભારતીયોનું રાજકીય કદ વધી રહયું હોવાનું જનાઈ રહયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીત
પ્રાપ્ત અમેરિકાની ખૂબ જ ચર્ચાસ્પદ અને ઐતિહાસિક કહી શકાય તેવી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળની હરીફ ઉમેદવાર કમલા હેરસને પરાજિત કરી વિજેતા જાહેર થયા છે. પોતાના આક્રમક અને વિવાદિત નિવેદનો માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે કેવા નિર્ણયો લેશે અને તેની ભારત અને વિશ્વના પ્રશ્નો અને પ્રગતિમાં કેવી અસર થશેની ચર્ચાઓ જોર પકડી રહી છે.
ટ્રમ્પનું ભારતીયો તરફે વલણ હંમેશા હકારાત્મક
આ અંગે સેરિતોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલ શાહે જણાવ્યું હતું કે પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા અને ઇમિગ્રેશન નિયમોમાં કડક નિયંત્રણ સહિત આતંકવાદ અને યુક્રેન યુદ્ધ મુદ્દે બાયડેન સરકારની ટીકા સહિતના મુદ્દાએ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા છે. ટ્રમ્પનું ભારતીયો તરફે વલણ હંમેશા હકારાત્મક રહયું છે. જેથી ભારતીયો માટે ટ્રમ્પ સરકાર પ્રગતિમય રહેશે.
આ પણ વાંચો---Trump ના ખાસ ગણાતા કાશ પટેલ બની શકે CIA ચીફ
ટ્રમ્પ સરકારમાં ભારતની આતંકવાદ વિરોધી ચળવળ ને બળ મળશે
આ અંગે લોસ એન્જલસ લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન અને અગ્રણી રિપબ્લિકન આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે તેઓએ રીપલિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ખૂબ પ્રચાર કર્યો અને વોટિંગ પણ કરાવ્યું હતું. ટ્રમ્પ સરકારમાં ભારતની આતંકવાદ વિરોધી ચળવળ ને બળ મળશે. અમેરિકામાં બેસી ખાલિસ્તાન સમર્થકોને વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું મારું માનવું છે. મેક અમેરિકા ગ્રેટ અગેન સૂત્ર સાર્થક થશે અને તેમાં અમેરિકન ભારતીયોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની હશે.
મેરિકન ભારતીયો માટે પણ ટ્રમ્પ સરકાર ખૂબ જ ઉપકારક રહેશે
આ અંગે યોગી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક વિજય છે અને ભારત માટે તેમજ અમેરિકન ભારતીયો માટે પણ ટ્રમ્પ સરકાર ખૂબ જ ઉપકારક રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના વિજયને વધાવી લીધો છે અને સોશીયલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી છે, તે જ સૂચવે છે કે અમેરિકન ભારતીયો ઉપરાંત ભારતીય રાજનેતાઓમાં પણ અમેરિકન પ્રજાના જાહેર થયેલ જનમતનો ઉમળકો જોવાઈ રહ્યો છે. આ પરિણામો બાયડેન સરકારની વિવાદિત નીતિ અને નિર્ણયોના અનેક પરિમાણ બદલી દેશે. હિન્દુ પ્રજા માટે આ સરકાર રક્ષણાત્મક અને સુરક્ષાત્મક પગલાં લેશે.
આ પણ વાંચો---હવે કમલા નહીં....Usha ની વિશ્વભરમાં થઇ રહી છે ચર્ચા....
અમેરિકા સ્થિત ભારતીય હિન્દુ મતદારો તેમનાથી પ્રભાવિત થયા
આ અંગે ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપીના આગેવાન પી.કે. નાયકે જણાવ્યું હતી કે ભારતીય મૂળના મતદારો કમલા હેરિસને જ મત આપશે એવું પહેલેથી માનવામાં આવતું હતું. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં બે નિવેદનોએ ચૂંટણી પરિણામોમાં મોટી અસર કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં તેમજ કેનેડામાં હિન્દુઓ ઉપર થયેલા હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી જે કારણે અમેરિકા સ્થિત ભારતીય હિન્દુ મતદારો તેમનાથી પ્રભાવિત થયા હોવાનું મનાઈ રહયું છે
ભારતીય મૂળના છ રાજકારણીઓ ચૂંટાયા
મહત્વનું છે કે આ ચૂંટણીમાં ભારતીય મૂળના છ રાજકારણીઓ અમેરિકી કોંગ્રેસમાં (સંસદ) જીત્યા છે. જેમાં સુહાસ સુબ્રમણ્યમ (વર્જિનિયા), અમી બેરા (કેલિફોર્નિયા), રાજા કૃષ્ણમૂર્તિ (ઈલિનોઈ), રો ખન્ના (કેલિફોર્નિયા), પ્રમિલા જયપાલ (વૉશિંગ્ટન) તથા થાનેદાર (મિશિગન). જે અમેરિકન રાજકારણમાં ભારતીયોની રાજકીય પકડ મજબૂત થઈ હોવાનું જણાઇ રહયું છે.
આ પણ વાંચો---ટ્રમ્પ સરકારમાં 5 ભારતીય મંત્રી પાક્કા! વિવેક રામાસ્વામીને મળશે મહત્વની જવાબદારી