Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh: શું હતો ગણેશ ગોંડલનો વિવાદ? માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ

Junagadh: ગણેશ ગોંડલ વિવાધ લાંબા સમયથી ચાલી રહ્યો છે. એક દલિત યુવકને માર માર્યા બાબતે તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જો કે, ફરિયાદ થતા તે ફરાર થઈ ગયો હતો. અત્યારે જુનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે....
09:44 PM Jun 05, 2024 IST | VIMAL PRAJAPATI
ganesh gondal

Junagadh: ગણેશ ગોંડલ વિવાધ લાંબા સમયથી ચાલી રહ્યો છે. એક દલિત યુવકને માર માર્યા બાબતે તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જો કે, ફરિયાદ થતા તે ફરાર થઈ ગયો હતો. અત્યારે જુનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને જણાવી દઇએ કે, ગણેશ ગોંડલે જુનાગઢના કોંગ્રેસની એક કાર્યકર્તા અને N.S.U.Iના પ્રમુખ એવા સંજય સોંલકીનું અપહરણ કરીને મૂઠ માર માર્યો હતો. નોંધનીય છે કે, કોંગ્રસે કાર્યકર્તા સંજય સોલંકીને માર માર્યો હોવાથી તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.

ગણેશ ગોંડલે સંજય સોંલકીનું અપહરણ કરીને મૂઠ માર માર્યો હતો

તમને જણાવી દઇએ કે, આ મામલે જીજ્ઞેશ મેવાણી સહિત અનેક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને જીજ્ઞેશ મેવાણીએ એક ગુજરાતી વેબ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દિકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રએ અપહરણ કરીને, પીડિત પરિવારના કહેવા મુજબ તેને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે.’ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, સરકાર 24 કલાકમાં તેની ધરપકડ નહીં કરવામાં આવે તો જૂનાગઢ શહેરને બંધ કરવા માટે પણ અમે મજબૂર બનીશું.

24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવા થઈ હતી માગ

સંજય સોલંકીના પિતાએ કહ્યું હતું કે, અમારી માગ એટલી જ છે કે, 24 કલાકમાં તેની (ગણેશ ગોંડલ) ધરપકડ થાય. અને જો 24 કલાકમાં તેની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે પરિવાર સાથે સામૂહિત આત્મવિલોપન કરીશું.’ વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘રાત્રે ત્રણ વાગે તેને ગોંડલ લઈ ગયા, તેને માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. પછી તેને મારીને જૂનાગઢ ભેસાણ ચોકડી ઉતારી ગયા હતા. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેનું પગમાં ફેક્ટર છે, તેનું પહોળું પણ ભાંગી ગયું છે.’

મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવુંઃ સંજય સોલંકી

સંજય સોલંકીએ આ બાબતે એક વીડિયો શેર કર્યો હતા.. આ વડિયો શેર કરતા કહ્યું હતું કે, ‘મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવું.’ વધુમાં કહ્યું હતું કે, ‘આ લોકોએ મને બઉ માર માર્યો છે. લોંખડ અને લાકડીઓ વડે માર માર્યો હતો.’ સંજય સોલંકીએ કહ્યું હતું કે, ‘અત્યારે આખા ગુજરાતનો દલિત સમાજ મારી સાથે છે.’

આ પણ વાંચો: Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

આ પણ વાંચો: JUNAGADH: 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું

આ પણ વાંચો: JUNAGADH: ગણેશ ગોંડલને 24 કલાકમાં ગમે ત્યાંથી હાજર કરો નહીં તો જોયા જેવી થશે, યુવકના પિતાની ચીમકી

Tags :
controversy of Ganesh Gondalcontroversy of Ganesh Gondal NewsGanesh Gondal controversyGanesh Gondal NewsJunagadh controversyJunagadh Latest NewsJunagadh NewsJunagadh PoliceJunagadh police arrested Ganesh Gondal
Next Article