Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જે વાતનો ડર હતો તે જ થયું, IPL અને WTC ફાઈનલમાંથી કે એલ રાહુલ બહાર

IPL 2023માં RCB વિરુદ્ધ મેચ સમયે જે ઈજા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે એલ રાહુલને થઇ હતી તેના કારણે હવે તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. રાહુલની ઈજા ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ મોટી ખોટ છે. જણાવી દઇએ કે,...
06:54 PM May 05, 2023 IST | Hardik Shah

IPL 2023માં RCB વિરુદ્ધ મેચ સમયે જે ઈજા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે એલ રાહુલને થઇ હતી તેના કારણે હવે તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. રાહુલની ઈજા ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ મોટી ખોટ છે. જણાવી દઇએ કે, રાહુલ WTC ફાઈનલમાંથી પણ બહાર થઇ ગયો છે. આ અંગે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઇએ કે, LSG ના કેપ્ટન કેએલ રાહુલને હિપમાં ઈજા થઇ છે જેના કારણે તે હવે લાંબા સમય સુધી મેદાનમાં ન દેખાય તો હવે નવાઈ નથી.

ટીમ ઈન્ડિયાને લાગ્યો સૌથી મોટો ઝટકો

ટીમ ઈન્ડિયા આવતા મહિને ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે, જે ટીમમાં રાહુલનું પણ નામ હતું. પણ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બીજી ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને તેના જમણા હિપમાં ઈજા થઈ હતી. આ મેચમાં રાહુલ 11માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. આ મેચમાં લખનૌને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેની આ ઈજાએ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી દીધા છે. આ સાથે IPL માં તેણે LSG ને પણ મુશ્કેલીમાં મુકી દીધી છે. હાલમાં લખનૌની ટીમ 10 મેચમાં પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. કૃણાલ પંડ્યા હવે આવનારી મેચોમાં ટીમનું સુકાન સંભાળતો જોવા મળશે. કૃણાલ ચેન્નાઈ સામેની છેલ્લી મેચમાં પણ લખનૌનો કેપ્ટન હતો, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રાહુલે છેલ્લી ચાર IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા હતા અને આ વર્ષે પણ 500 રન બનાવીને તે સતત પાંચ વખત આવું કરનાર પ્રથમ ભારતીય બની શકે છે.

ઈજાની અપડેટ આપતા રાહુલે શું કહ્યું?

પોતાની ઈજાના અપડેટ અંગે કેએલ રાહુલે કહ્યું, 'તબીબી ટીમ સાથે કાળજીપૂર્વક વિચારણા અને પરામર્શ કર્યા પછી, એવું તારણ મળ્યું છે કે હું ટૂંક સમયમાં જાંઘની સર્જરી કરાવીશ. મારું ધ્યાન આગામી અઠવાડિયામાં મારા rehabilitation and recovery પર રહેશે. તે એક મુશ્કેલ નિર્ણય છે, પરંતુ સંપૂર્ણ રીકવરીની ખાતરી કરવી જરૂરી છે. જો કેએલ રાહુલ આખી IPL માંથી બહાર થઈ જશે તો તે લખનૌની ટીમમાંથી બહાર રહેશે. રાહુલે કહ્યું કે તે ટીમ સાથે ન હોવા માટે દુઃખી છે પરંતુ મને ખાતરી છે કે ટીમના ખેલાડીઓ મહત્વપૂર્ણ પ્રસંગોએ મજબૂત રમત બતાવશે. હું તેને બહારથી સમર્થન આપીશ. કેએલ રાહુલે તેના ચાહકોનો પણ આભાર માન્યો અને તેની મદદ કરવા બદલ BCCI અને લખનૌ ફ્રેન્ચાઈઝીનો પણ આભાર માન્યો.

BCCI દ્વારા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં રાહુલને ગ્રેડ Aમાંથી ગ્રેડ Bમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યો

રાહુલે લગભગ એક વર્ષથી ભારત માટે કોઈ T20I રમી નથી, જ્યારે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પછી ટેસ્ટ મેચમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, તે હજુ પણ વનડેમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે નિયમિત છે. BCCI દ્વારા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં તેને ગ્રેડ Aમાંથી ગ્રેડ Bમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી ટીમની વાઈસ કેપ્ટનશિપ પણ છીનવાઈ ગઈ હતી. એવી પ્રબળ સંભાવના હતી કે ઈંગ્લેન્ડમાં તેનો રેકોર્ડ જોતાં તેને વિકેટ કીપર બેટ્સમેન તરીકે WTC ફાઈનલ માટે XIમાં સામેલ કરવામાં આવશે, પરંતુ તે શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો – એક જ ઓવરમાં આ બેટ્સમેને ફટકાર્યા 46 રન, બોલરની કારકિર્દી જોખમમાં, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ICC World Test Championship finalIPL 2023kl rahulKL Rahul outWTC Final
Next Article