Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું છે MUDA કૌભાંડ? કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, લોકાયુક્તે નોંધ્યો કેસ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR MUDA કેસમાં લોકાયુક્ત પોલીસે કાર્યવાહી કરી CM ની પત્ની અને વહુને પણ આરોપી બનાવાયા કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોએ જણાવ્યું કે, લોકાયુક્ત પોલીસે MUDA...
શું છે muda કૌભાંડ  કર્ણાટકના cm સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી  લોકાયુક્તે નોંધ્યો કેસ
  1. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR
  2. MUDA કેસમાં લોકાયુક્ત પોલીસે કાર્યવાહી કરી
  3. CM ની પત્ની અને વહુને પણ આરોપી બનાવાયા

કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોએ જણાવ્યું કે, લોકાયુક્ત પોલીસે MUDA કેસમાં સિદ્ધારમૈયા અને અન્યો વિરુદ્ધ FIR દાખલ કરી છે. અરજદાર સ્નેહમોયી કૃષ્ણાની અરજી પર પોતાનો ચુકાદો આપતાં લોક પ્રતિનિધિ અદાલતે CM સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. તેના નિર્ણયમાં કોર્ટે કર્ણાટક લોકાયુક્તને આ મામલાની તપાસ કરવા અને ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ આજે મૈસુર લોકાયુક્ત પોલીસે CM સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Advertisement

CM ની પત્ની અને વહુને પણ આરોપી બનાવવામાં આવ્યા...

આ કેસમાં CM ને આરોપી નંબર એક બનાવવામાં આવ્યા છે, જયારે તેમની પત્ની પાર્વતીને આરોપી નંબર બે બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન CM ના સાળા મલ્લિકાર્જુન સ્વામીને આરોપી નંબર ત્રણ અને દેવરાજને આરોપી નંબર ચાર બનાવવામાં આવ્યા છે. CM પર તેમની સત્તાનો દુરુપયોગ કરીને તેમની પત્નીના નામે મૈસુરમાં MUDA સાઈટ ફાળવવાનો આરોપ છે. અરજદારે આજે સેશન્સ કોર્ટમાં વધુ એક રિટ દાખલ કરી છે અને CBI ને આ મામલે તપાસ કરવા અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો : Mpox નું જોખમ વધ્યું! દેશમાં બીજો દર્દી મળ્યો, આ રાજ્યમાંથી નોંધાયો કેસ...

સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું...

તમને જણાવી દઈએ કે, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ શુક્રવારે દાવો કર્યો હતો કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કેસમાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે વિપક્ષ તેમનાથી દરે છે. આ સાથે સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમની સામે આ પહેલો રાજકીય કેસ છે. CM ને પુનરોચ્ચાર કર્યો હતો કે અદાલતે આ કેસમાં તેમની સામે તપાસના આદેશ આપ્યા પછી પણ તેઓ રાજીનામું આપશે નહીં કારણ કે તેમણે કંઇ ખોટું કર્યું નથી. તેણે આગ્રહ કર્યો કે ટે આ લડાઈ કાયદાકીય રીતે લડશે. કેન્દ્ર સરકાર પર CBI, ED અને દેશભરના વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલના કાર્યાલય જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા, તેમણે કહ્યું કે વહીવટમાં રાજ્યપાલની 'દખલગીરી'ના મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની જરૂર છે.

Advertisement

આ પણ વાંચો : આ રહી વકફ બોર્ડની A to Z માહિતી, 2013માં થયેલા સુધારામાં મળી હતી આ અમર્યાદિત સત્તાઓ

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં ઓગસ્ટમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે CM સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ માહિતીની શરૂઆતમાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્યપાલની મંજૂરી યથાવત રાખી હતી. ત્યારબાદ, ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો અને ધારાસભ્યોને સંડોવતા ફોજદારી કેસો માટેની વિશેષ અદાલતે મૈસુરની લોકાયુક્ત પોલીસને RTI કાર્યકર સ્નેહમોયી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફરિયાદમાં, સિદ્ધારમૈયાની પત્ની પર આરોપ છે કે મૈસુરના એક પ્રાઈમ એરિયામાં વળતર તરીકે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેની પ્રોપર્ટી વેલ્યુ તેમની MUDA દ્વારા અધિગ્રહિત કરવામાં આવેલી જમીન કરતાં વધુ હતી. MUDA ની 50:50 રેશિયો યોજના હેઠળ, પાર્વતીને 3.16 એકર જમીનના બદલામાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જો કે, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૈસુરના કસરે ગામમાં 3.16 એકર જમીન પર તેમનો કોઈ કાનૂની અધિકાર નથી.

આ પણ વાંચો : Mathura: 300 કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર સાધુ બનીને ફરતો હતો..આખરે પકડાયો

Tags :
Advertisement

.