Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

High Profile Suicide Case : છેતરપિંડીની FIR માં BJP ની વિધાનસભાની ટિકિટનો ઉલ્લેખ નહીં કરવા Mehsana SP દબાણ કરતા હોવાનો લાગ્યો આરોપ

BJP MLA ની ટિકિટ અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો મહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસ (High Profile Suicide Case) માં પર્દાફાશ થતાં મહેસાણા પોલીસ આરોપોના ઘેરામાં આવી ગઈ છે. સાપરાધ મનુષ્ય વધના મામલામાં સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વરે (Dysp Payal Someshvar)...
04:49 PM Jul 07, 2023 IST | Bankim Patel

BJP MLA ની ટિકિટ અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો મહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસ (High Profile Suicide Case) માં પર્દાફાશ થતાં મહેસાણા પોલીસ આરોપોના ઘેરામાં આવી ગઈ છે. સાપરાધ મનુષ્ય વધના મામલામાં સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વરે (Dysp Payal Someshvar) તપાસ આરંભી દીધી છે, પરંતુ આરોપીઓ હજુ પણ પોલીસ પહોંચની બહાર છે. કિરીટ પટેલના આપઘાત બાદ મોઢેરા પોલીસ સ્ટેશને નોંધાયેલી FIR પોલીસની વાસ્તવિક ભૂમિકાની પોલ ખોલે છે. મૃતકના ભાઈ નરેન્દ્ર પટેલે મહેસાણા એસપી અચલ ત્યાગી (Mehsana SP Achal Tyagi) સામે સ્યૂસાઈડ મામલામાં સીધી આંગળી ચિંધી છે.

IPS ને બચાવવાનો કારસો

BJP MLA ની ટિકિટ અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો આપઘાત કેસમાં ઘટસ્ફોટ થતાં આરોપી નિલેશ ત્રિવેદી (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદકુમાર શુકલા, અભિષેકની પત્ની કૃપા અને અમી જોશી (ત્રણેય રહે. અમદાવાદ) ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે. Mehsana Urban Bank ના ડિરેક્ટર કિરીટ પટેલના ચકચારી આપઘાતને લઈને ઠગ ટોળકી સામે મોઢેરા પોલીસ સ્ટેશન (Modhera Police Station) માં નોંધાયેલી ફરિયાદ બાદ મામલો હવે પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિવાદના વમળમાં અટવાયો છે. મૃતકના ભાઈ નરેન્દ્ર પટેલે (Narendra Patel) આરોપ લગાવ્યો છે કે, ઠગ ટોળકીની સાથે સાથે મહેસાણા DSP અચલ ત્યાગી અને મોઢેરા પીએસઆઈ એસ.જે.રાઠોડ (PSI S J Rathod) પણ આ કેસમાં એટલાં જ જવાબદાર છે. સ્યૂસાઈડ નોટમાં IPS અને PSI ના નામ હોવા છતાં પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

પોલીસના કારણે કિરીટભાઈએ જીવ ગુમાવ્યો : મૃતકના ભાઈ

ભાજપની બેચરાજી વિધાનસભાની ટિકિટના નામે થયેલી 2.40 કરોડની છેતરપિંડીના મામલામાં FIR નહીં થતા કિરીટ પટેલ હતાશ થઈ ગયા હતા અને આખરે જીવન ટૂંકાવી લીધું આ આરોપ લગાવ્યો છે મૃતકના ભાઈ નરેન્દ્ર પટેલે. નરેન્દ્રભાઈના જણાવ્યાનુસાર મહેસાણા SP અચલ ત્યાગી ભાજપની બેચરાજીની ટિકિટનો ફરિયાદમાં ઉલ્લેખ નહીં કરવા માટે કિરીટ પટેલને દબાણ કરતા હતા અને આ કારણોસર જ પોલીસે ફરિયાદ નોંધવાની ટાળતી હતી. મહેસાણા પોલીસની વરવી ભૂમિકા અંગે વાત કરતા નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 1લી જુલાઈના રોજ આપઘાતની ઘટના બાદ પોલીસને પોણા આઠ વાગે ફોન કરીને જાણ કરી હતી. જો કે, પોલીસ બપોરે 12.20 કલાકે આવી હતી. બાઈક લઈને આવેલા એક જમાદારે આવતાની સાથે કોણે ફોન કર્યો હતો તેમ વાતની શરૂઆત કરી હતી અને તુરંત જ 'લઈ લો, ચલો ઉઠાવી લો લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની છે' પોલીસની આવી હરકત જોઈને પટેલ પરિવાર હેબતાઈ ગયો હતો. પંચનામું ક્યાં કરીશું ? તેમ નરેન્દ્રભાઈએ પૂછતાં સિવિલમાં કરી લઈશું તેવો જમાદારે જવાબ આપ્યો હતો.

પોલીસ કાર્યવાહીથી જાણકાર નરેન્દ્રભાઈએ પંચનામા સહિતની કાર્યવાહી સ્થળ પર કરવાનો આગ્રહ રાખતા આખરે બેચરાજી પીઆઈ (Bechraji PI) અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના બનતા મોઢેરા PSI રાઠોડ ગાયબ થઈ ગયા હતા. આપઘાતની ફરિયાદમાં સ્યૂસાઈડ નોટ (Suicide Note) ની અધૂરી માહિતી દર્શાવનારી પોલીસ ઉચ્ચ અધિકારીના ઈશારે નાચતી હોવાથી મૃતકના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. આથી સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા (Abhay Chudasma) એ સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપીને સોંપવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો - High Profile Suicide Case : Mehsana Police FIR નોંધવા ફરિયાદી કિરીટ પટેલ પાસે 2-3 લાખ રૂપિયા માગતી હતી

આ પણ વાંચો - કેસમાં નામ નાંખો અને પૈસા માગો, કેમ કહ્યું સટ્ટા કિંગ અમિત મજેઠીયાએ Police માટે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Achal Tyagi IPSHigh Profile Suicide CaseKirit Patel Suicide CaseMehsana Urban BankModhera PolicePSI S J Rathod
Next Article