Modi સરકારે મધ્યમ વર્ગને શું આપી ભેટ? CM ભૂપેન્દ્ર પટેલ માન્યો આભાર, જુઓ Video
મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને કેન્દ્ર સરકાર મોટી રાહત આપી છે. સરકારે ઘર વપરાશમાં ઉપયોગમાં આવતા ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકારે રાંધણગેસની કિંમતમાં 200 રૂપિયાની સબસીડીની જાહેરાત કરી છે. આ સબસિડી ઉજ્જ્વલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને મળશે.
જુઓ Video
આ મામલે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે એક વીડિયો શેર કરીને કહ્યું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરની બહેનો અને તેમના પરિવારો માટે રક્ષાબંધનની સ્નેહપૂર્ણ ભેટ આપી છે. PM ની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં આજે રાંધણ ગેસમાં રૂપિયા 200 નો માતબર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતના સૌ નાગરિક વતી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું...
આ પણ વાંચો : OBC અનામતને લઈને મોટા સમાચાર, સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ…