લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર પ્રશાંત કિશોરે શું કહ્યું?
Prashant Kishor : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) માં ભાજપ (BJP) ની આ વખતે ખરાબ સ્થિતિ જોવા મળી. સૌ કોઇ આશા રાખી રહ્યા હતા કે આ વખતે ભાજપ 400 પાર સીટો લાવશે જ પણ થયું આનાથી કઇંક અલગ જ. આ ખરાબ પ્રદર્શન બાદ પ્રશાંત કિશોર (Prashant Kishor) ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના આ ખરાબ પ્રદર્શન પર પ્રશાંત કિશોરે જાણો શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં...
ભાજપના ખરાબ પ્રદર્શન પર પ્રશાંત કિશોરની પ્રતિક્રિયા
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પહેલીવાર પ્રશાંત કિશોરે ભાજપના ખરાબ પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપના ઘટી રહેલા ગ્રાફ પાછળ કોણ જવાબદાર છે તે પણ જણાવ્યું હતું. પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ (ભાજપ) માનતા રહ્યા કે અમે ચોક્કસપણે જીતીશું. ભાજપના 208 જૂના સાંસદો જીત્યા છે, પરંતુ હારેલા તે છે જ્યાં ઉમેદવારને જોયા વિના કોઈને પણ ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર વગેરેમાં જે પ્રકારના ઉમેદવારો આપવામાં આવ્યા હતા તેના કારણે તેમનો પરાજય થયો હતો. ભાજપને ખબર હતી અને તેમના આંતરિક સર્વેમાં એ પણ સામે આવ્યું હતું કે કયા ઉમેદવારો હારી રહ્યા છે, પરંતુ તેઓએ ચિંતા કર્યા વિના કહ્યું કે વડાપ્રધાન મોદીની રેલી થશે તો જીત મળી જશે. એવી ઘણી બેઠકો છે જ્યાં ભાજપે સર્વેની વિરુદ્ધ જઈને ટિકિટ આપી.
400 પારનું સ્લોગન ભારે પડ્યું
પ્રશાંત કિશોરે સમજાવ્યું કે ભાજપની આવી સ્થિતિ કેમ આવી જેના કારણે તેમને આવું નુકસાન થયું. પ્રશાંત કિશોરે કહ્યું, “જેણે પણ 400 પારનું સ્લોગન લખ્યું. તેમાં જ સૌથી મોટી ભૂલ થઇ ગઇ. જ્યારે 400 પારના નારા આવ્યા ત્યારે ભાજપના ઘણા નેતાઓએ હી દીધુ કે બંધારણને બદલવા માટે 400 થી વધુ સીટો જોઇએ છે. તેણે તમામ જગ્યાએ ભાજપને નુકસાન પહોંચાડ્યું. બીજી તરફ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપની નબળી કડી શું છે, તો PKએ જવાબ આપ્યો કે મોદી પર વધુ પડતી નિર્ભરતા છે. આમાં થયું એવું કે ભાજપના કાર્યકર્તાએ કહ્યું કે 400 સીટો આવી રહી છે, મારે મારા ઉમેદવારને પાઠ ભણાવવો છે. બિહારની જેમ, જ્યારે તમે આરકે સિંહ વિશે કોઈની સાથે વાત કરો છો, તો તેઓ કહેશે કે તેમણે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ કાર્યકરો ગુસ્સે હતા કે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. ભાજપના સમર્થકોએ વિચાર્યું કે 400નો આંકડો પાર થઇ જ રહ્યો છે, તો શું કરવું.
વિપક્ષની વોટ ટકાવારીમાં વધારો
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, તેનાથી વિપરીત, જેઓ ભાજપ અને વડાપ્રદાન મોદીનો વિરોધ કરી રહ્યા હતા તેઓનો ઉદ્દેશ્ય હતો કે આપણે તેમને (ભાજપ) કોઈપણ રીતે અટકાવવા પડશે. ઉદાહરણ તરીકે, વારાણસી સીટ પર, વડાપ્રધાન મોદીના વોટ શેરમાં 2014ની સરખામણીમાં માત્ર 2 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ વિપક્ષની વોટ ટકાવારી 20 ટકાથી વધીને 41 ટકા થવાને કારણે વિજયનું માર્જિન નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. લોકો જાણતા હતા કે જે હરાવી રહ્યા છે તેને જ મત આપવાનો હતો. જણાવી દઈએ કે વારાણસીથી PM મોદીએ કોંગ્રેસ અને સપા INDIA ગઠબંધનના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે, જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં PM મોદી લગભગ 4 લાખ 80 હજાર મતોથી જીત્યા હતા.
આ પણ વાંચો - ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર 5 દિવસમાં કમાયા 579 કરોડ રૂપિયા
આ પણ વાંચો - Anil Vij Ayodhya Comment : “કદાચ ત્યાં નાસ્તિકો જ રહે છે” અયોધ્યાના લોકોથી નારાજ અનિલ વિજ