Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WEST BENGAL TRAIN ACCIDENT : પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી આ વાત, વાંચો અહેવાલ

WEST BENGAL TRAIN ACCIDENT : આજે પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (TRAIN ACCIDENT) સર્જાઈ છે. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારી છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર કર્યા પછી રંગાપાની સ્ટેશન પાસે...
west bengal train accident   પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી આ વાત  વાંચો અહેવાલ

WEST BENGAL TRAIN ACCIDENT : આજે પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (TRAIN ACCIDENT) સર્જાઈ છે. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારી છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર કર્યા પછી રંગાપાની સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે, આ ઘટના બાદ ટ્રેનની પાછળની ત્રણ બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માલગાડીના લોકો પાયલટનું પણ મોત થયું છે.

Advertisement

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

Advertisement

આ દુર્ઘટના ઉપર હવે ભારતના રેલવે મંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર ( હાલના X ) ઉપર લખ્યું કે, NFR વિસ્તારમાં એક કમનસીબ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, એનડીઆરએફ અને એસડીઆરએફ નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

હાલમાં પ્રશાસન દ્વારા HELP LINE નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે : 

સિયાલદહમાં હેલ્પ ડેસ્ક નંબર

Advertisement

033-23508794
033-23833326

GHY સ્ટેશન

03612731621
03612731622
03612731623

LMG હેલ્પલાઇન નંબર

03674263958
03674263831
03674263120
03674263126
03674263858

કિર સ્ટેશન હેલ્પ ડેસ્ક નંબર- 6287801805

કટિહાર હેલ્પ લાઇન નંબર

09002041952
9771441956

ઇમરજન્સીએનજેપી: +916287801758

આ પણ વાંચો : SIKKIM માં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી, 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા

Tags :
Advertisement

.