Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal : ભાજપને આંચકો! પોલીસે અભિનેત્રી Roopa Ganhuly ની કરી ધરપકડ

ભાજપના પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની કરાઈ ધરપકડ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી અકસ્માત કેસમાં ધરણા કરી રહી હતી ભાજપ નેતા ભાજપના પૂર્વ સાંસદ રૂપા ગાંગુલી (Roopa Ganhuly)ની પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. રૂપા ગાંગુલી...
west bengal   ભાજપને આંચકો  પોલીસે અભિનેત્રી roopa ganhuly ની કરી ધરપકડ
  1. ભાજપના પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની કરાઈ ધરપકડ
  2. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી
  3. અકસ્માત કેસમાં ધરણા કરી રહી હતી ભાજપ નેતા

ભાજપના પૂર્વ સાંસદ રૂપા ગાંગુલી (Roopa Ganhuly)ની પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. રૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠી હતી. વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન બંગાળ પોલીસે તેને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ રૂપા ગાંગુલી (Roopa Ganhuly)ને લાલ બજારમાં લઈ ગઈ છે.

Advertisement

સવારે 10 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી...

એક અહેવાલ અનુસાર, રૂપા ગાંગુલી ગઈકાલ રાતથી બાંસદ્રોણી પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહી હતી. રૂપાની પોલીસે આજે એટલે કે 3 જી ઓક્ટોબરની સવારે ધરપકડ કરી હતી. BJP કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર પોલીસે લગભગ 10 વાગે રૂપાની અટકાયત કરી હતી. રૂપાની બેગ પોલીસ સ્ટેશનમાં જ રહી ગઈ છે.

Advertisement

આ પણ વાંચો : Bihar : 1998 માં બિહારના પૂર્વ મંત્રીની હત્યાનો મામલો, SC એ બે વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી

રૂપા ગાંગુલીએ શા માટે કર્યો વિરોધ?

બાંસદ્રોણીમાં થયેલા માર્ગ અકસ્માતને લઈને રૂપા ગાંગુલી (Roopa Ganhuly)એ પોલીસ સામે મોરચો ખોલ્યો હતો. રૂપાએ કહ્યું કે જ્યાં સુધી પોલીસ આરોપીને કસ્ટડીમાં નહીં લે ત્યાં સુધી તે પોલીસ સ્ટેશનની સામે બેસીને વિરોધ ચાલુ રાખશે. પોલીસે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓએ કોઈની વાત ન સાંભળી. રૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશનના પરિસરમાં બેસીને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. વિરોધને રોકવા માટે પોલીસે તેની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Delhi : 5000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો માસ્ટરમાઈન્ડ કોણ છે? પોતાને કોંગ્રેસના પૂર્વ નેતા ગણાવ્યો

શું છે સમગ્ર મામલો?

બાંસદ્રોણીમાં થયેલા અકસ્માત સામે રૂપા ગાંગુલી (Roopa Ganhuly)નો વિરોધ હતો. બુધવારે સવારે 9 મા ધોરણનો વિદ્યાર્થી શાળાએ જઈ રહી હતી. જો કે આ વિસ્તારમાં રોડ રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન એક JCB એ વિદ્યાર્થીને ટક્કર મારતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. નજીકમાં હાજર લોકો બાળકને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મોત નીપજ્યું. આ ઘટના બાદ બાંસદ્રોણીમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Bareilly Explosion : બરેલીની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, ત્રણ મહિલાઓના કરૂણ મોત, બે બાળકો ગુમ

Tags :
Advertisement

.