Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિંગર દર્શન રાવલને પ્રસ્તુત કરનાર વોર્નર મ્યુઝિકે ભારતીય કલાકાર મેનેજમેન્ટ કંપની ઈ-પોઝિટિવને હસ્તગત કરી

વોર્નર મ્યુઝિકે (Warner Music) ભારતીય કલાકાર મેનેજમેન્ટ અને લાઈવ ઈવેન્ટ્સ કંપની ઈ-પોઝિટિવ (e-Positive)ના સંપાદનની જાહેરાત કરી છે. આ સોદો માર્કેટ લીડર તરીકે વોર્નર મ્યુઝિક ઈન્ડિયાની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને તેના કલાકારોને બ્રાન્ડ પાર્ટનરશિપ અને લાઈવ ઈવેન્ટ્સમાં નવી કુશળતાનો...
07:18 PM Oct 10, 2023 IST | Vipul Pandya

વોર્નર મ્યુઝિકે (Warner Music) ભારતીય કલાકાર મેનેજમેન્ટ અને લાઈવ ઈવેન્ટ્સ કંપની ઈ-પોઝિટિવ (e-Positive)ના સંપાદનની જાહેરાત કરી છે. આ સોદો માર્કેટ લીડર તરીકે વોર્નર મ્યુઝિક ઈન્ડિયાની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને તેના કલાકારોને બ્રાન્ડ પાર્ટનરશિપ અને લાઈવ ઈવેન્ટ્સમાં નવી કુશળતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

ઇ-પોઝિટિવ એ જાણીતા ગાયક દર્શન રાવલને પ્રસ્તુત કર્યા છે

ઇ-પોઝિટિવ એ જાણીતા ગાયક દર્શન રાવલને પ્રસ્તુત કર્યા છે, જે ભારતના ટોચના પાંચ સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકારોમાંના એક છે અને સૌથી ઝડપથી વિકસતા કલાકાર છે, જેમણે છેલ્લા 12 મહિનામાં તેમની દૈનિક સ્ટીમ્સને ચાર ગણી કરી છે. દર્શન રાવલ તેમની ક્રોસઓવર ક્ષમતા માટે પ્રખ્યાત છે અને તેમણે હિન્દી, ગુજરાતી, પંજાબી અને બંગાળી સહિતની ભાષાઓમાં ગીતો રજૂ કર્યા છે. તેમના ટ્રેક નવ અબજ કરતા વધુ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યા છે, જ્યારે તેમણે DSPમાં તેમના માસિક શ્રોતાઓની સંખ્યા વધારીને 43 મિલિયનથી વધુ કરી છે અને Instagram પર 17 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા છે.

દર્શન રાવલ સહિત સંખ્યાબંધ કલાકારોની કારકિર્દીનું સંચાલન

E-Positive એક સ્વતંત્ર કંપની તરીકે કામ કરવાનું ચાલુ રાખશે અને તેનું નેતૃત્વ સ્થાપક અને CEO, નૌશાદ ખાન કરશે. ખાન લાઈવ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક અગ્રણી વ્યક્તિ છે, જેમણે 15,000 થી વધુ શોને પ્રમોટ કરતી વખતે સંપર્કોનું અજોડ નેટવર્ક બનાવ્યું છે. ઇ-પોઝિટિવ લોન્ચ કર્યા પછી, તેમણે દર્શન રાવલ સહિત સંખ્યાબંધ કલાકારોની કારકિર્દીનું સંચાલન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે, જેમને તેમણે શોધી કાઢ્યા હતા અને સ્ટાર બનવામાં મદદ કરી હતી.

મારા દરેક કલાકારની સફરને કોતરવી છે

એક અહેવાલમાં નૌશાદ ખાને કહ્યું: “મેં 10 વર્ષથી વધુ સમયથી વારસો વિકસાવવા માટે કામ કર્યું છે અને મારા દરેક કલાકારની સફરને કોતરવી છે. મને આનંદ છે કે અમને વોર્નર મ્યુઝિક ઇન્ડિયાની ટીમ અમને આંતરરાષ્ટ્રીય બજારમાં વૃદ્ધિ કરવામાં મદદ કરશે અને અમારા કલાકારોને વિશ્વભરના વધુ ચાહકો સાથે જોડવામાં મદદ કરશે. અમે ઇ-પોઝિટિવના આગામી પ્રકરણની રાહ જોઈ રહ્યા છીએ.”

વોર્નર મ્યુઝિક પરિવારમાં દર્શન રાવલ જેવા અસાધારણ કલાકારનું સ્વાગત

આ અહેવાલમાં વોર્નર મ્યુઝિક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતાએ કહે છે કે “નૌશાદે અગ્રણી મેનેજમેન્ટ કંપની તરીકે ઇ-પોઝિટિવને સ્થાન આપવાનું અવિશ્વસનીય કામ કર્યું છે અને બ્રાન્ડ પાર્ટનરશિપ અને લાઇવ સેક્ટર વિશેનું તેમનું જ્ઞાન વોર્નર મ્યુઝિક ઇન્ડિયામાં અમારા માટે એક મોટી સંપત્તિ હશેસ અને વૈશ્વિક વોર્નર મ્યુઝિક પરિવારમાં દર્શન રાવલ જેવા અસાધારણ કલાકારનું સ્વાગત કરવું એ એક લહાવો છે. દર્શન એક સાચા સ્ટાર છે અને અમે માનીએ છીએ કે તે વૈશ્વિક મંચ પર મુખ્ય બની શકે છે.”

આ પણ વાંચો---ન ભૂતો ન ભવિષ્યતિ : શાહરુખ ખાનની ફિલ્મે બનાવી દીધો એવો રેકોર્ડ જેને તોડવો હવે અશક્ય

Tags :
e-PositiveIndian artist management companysinger Darshan RawalWarner Music
Next Article