Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Austria માં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, વિયેના પહોંચતા જ ચાન્સેલર કાર્લ નેહમરે ગળે લગાવ્યા...

PM નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત પૂર્ણ કરીને સીધા ઓસ્ટ્રિયા (Austria) પહોંચ્યા છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચતા જ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયા (Austria)ના ચાન્સેલર કાર્લ નેહમરે વિયેના પહોંચતા જ PM મોદીને ગળે લગાવ્યા અને PM સાથે સેલ્ફી લીધી....
austria માં pm મોદીનું ઉષ્માભર્યું સ્વાગત  વિયેના પહોંચતા જ ચાન્સેલર કાર્લ નેહમરે ગળે લગાવ્યા

PM નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત પૂર્ણ કરીને સીધા ઓસ્ટ્રિયા (Austria) પહોંચ્યા છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચતા જ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયા (Austria)ના ચાન્સેલર કાર્લ નેહમરે વિયેના પહોંચતા જ PM મોદીને ગળે લગાવ્યા અને PM સાથે સેલ્ફી લીધી. ઓસ્ટ્રિયા (Austria)માં શાનદાર સ્વાગત માટે PM મોદીએ કાર્લ નેહમરનો X પર અભાર માન્યો છે અને તે ક્ષણની ઘણી ખાસ તસવીરો પણ શેર કરી છે.

Advertisement

PM મોદીએ લખ્યું, "ચાન્સેલર કાર્લ નેહમર, ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો ખૂબ અભાર. હું આવતીકાલે પણ અમારી ચર્ચાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. અમારા બંને દેશો વૈશ્વિક સુખાકારીને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે." ઓસ્ટ્રિયા (Austria)ના ચાન્સેલર કાર્લ નેહમરે પણ ટ્વિટર પર લખ્યું છે કે PM નરેન્દ્ર મોદીનું વિયેનામાં સ્વાગત છે. ઓસ્ટ્રિયા (Austria)માં તમારું સ્વાગત કરવું એ અમારા માટે આનંદ સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત માત્ર મિત્રો જ નથી પરંતુ પરસ્પર ભાગીદાર પણ છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!

Advertisement

શું છે PM મોદીનો ઓસ્ટ્રિયામાં કાર્યક્રમ?

સવારે 10 થી 10.15 સુધી PM મોદીનું સ્વાગત. આ પછી PM મોદી ગેસ્ટબુક પર હસ્તાક્ષર કરશે. PM મોદી સવારે 10.15 થી 11 વાગ્યા સુધી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. PM મોદી 11-11.20 મિનિટે પ્રેસ સ્ટેટમેન્ટ આપશે. 11.30 થી 12.15 ની વચ્ચે PM મોદી ઓસ્ટ્રિયા-ભારત CEO મિટિંગમાં ભાગ લેશે. આ પછી તેઓ બપોરે 12.30-1.50 દરમિયાન ઓસ્ટ્રિયા (Austria)ના ચાન્સેલર સાથે લાંચ કરશે. બપોરે 2 થી 2.30 વાગ્યા સુધી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેન સાથે વાતચીત કરશે. બપોરે 3.40 થી 4.30 દરમિયાન ઓસ્ટ્રિયન હસ્તીઓ સાથે મુલાકાત થશે. સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ યોજાશે. સામુદાયિક કાર્યક્રમ સાંજે 7.00 થી 7.45 વાગ્યા સુધીનો છે. આ પછી PM મોદી રાત્રે 8.15 કલાકે પરત ભારત આવવા રવાના થશે.

Advertisement

આ પણ વાંચો : Expensive Hamburger: સોનાનો ઉપયોગ કરી લાખોની કિંમતનો બનાવ્યો બર્ગર, જુઓ વિડીયો

આ પણ વાંચો : Indian Student Death In US : અમેરિકામાં વધુ એક વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો : Earth Rotation Video: વૈજ્ઞાનિકોનું કહેલું સાબિત થયું સત્ય, જુઓ ગોળ ફરતી ધરતીનો વિડીયો

Tags :
Advertisement

.