Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વહીદા રહેમાનને મળશે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, જાણો કોણે કરી જાહેરાત

દાદાસાહેબ ફાળકે એવોર્ડ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આ વખતે બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર...
વહીદા રહેમાનને મળશે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ  જાણો કોણે કરી જાહેરાત

દાદાસાહેબ ફાળકે એવોર્ડ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આ વખતે બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

Advertisement

વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા

હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે આ સન્માન આશા પારેખને આપવામાં આવ્યું હતું અને આ વખતે આ એવોર્ડ વહીદા રહેમાનને મળ્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેત્રી વહીદા રહેમાનના ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે.

Advertisement

અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જાહેરાત કરી

અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું, "હુ આ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અને સન્માન અનુભવી રહ્યો છું કે વહીદા રહેમાનજીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વહીદાજીને પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તેણીની ભૂમિકાઓ માટે ઘણી પ્રશંસા મળી છે."

Advertisement

ફિલ્મોમાં 5 દાયકાથી વધુનું યોગદાન

અનુરાગ ઠાકુરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "5 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, તેણીએ તેમના પાત્રો ખૂબ જ સુંદર રીતે ભજવ્યા હતા. જેના કારણે તેણીને 'રેશ્મા' અને 'શેરા' ફિલ્મોમાં કુલવધુની ભૂમિકા ભજવવા માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોના પ્રાપ્તકર્તા, વહીદા જી એક ભારતીય મહિલાના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું ઉદાહરણ આપે છે જેણે તેમની સખત મહેનત દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતાના ઉચ્ચ સ્તરો હાંસલ કર્યા છે."

વહીદા રહેમાનની ફિલ્મો

જણાવી દઈએ કે વહીદા રહેમાન એક એવી મહિલા અભિનેત્રી છે જેણે ક્યારેય ફિલ્મોમાંથી બ્રેક લીધો નથી. તે 1955થી અત્યાર સુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તે છેલ્લે વર્ષ 2021માં ફિલ્મ 'સ્કેટર ગર્લ'માં જોવા મળ્યા હતા. ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે તેમને 'પદ્મ શ્રી' અને 'પદ્મ ભૂષણ એવોર્ડ' જેવા ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચો - Parineeti Chopra Raghav Chadha Wedding : આજે પરિણીતી હાથોમાં મુકશે રાઘવના નામની મહેંદી, લગ્નમાં નહીં આવે પ્રિયંકા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.