Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેલારુસના રાષ્ટ્રપતિની દખલ બાદ Russia માં બળવાનું સંકટ ટળ્યું, વેગનર ગૃપે કરી પીછેહઠ

બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકોએ પોતાના દોસ્ત વ્લાદિમીર પુતિનને મોટી રાહત આપતા વેગનર ગૃપના વિદ્રોહને શાંત કરી દીધો છે. રશિયન મીડિયા રિપોર્ટ અનુસાર બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડરે શનિવારે એલાન કર્યું કે, તેમણે વેગનર ગૃપના ચીફ યેવગેની પ્રિગોઝિન સાથે રશિયાની ડીલ કરાવી છે...
09:07 AM Jun 25, 2023 IST | Viral Joshi

બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકોએ પોતાના દોસ્ત વ્લાદિમીર પુતિનને મોટી રાહત આપતા વેગનર ગૃપના વિદ્રોહને શાંત કરી દીધો છે. રશિયન મીડિયા રિપોર્ટ અનુસાર બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડરે શનિવારે એલાન કર્યું કે, તેમણે વેગનર ગૃપના ચીફ યેવગેની પ્રિગોઝિન સાથે રશિયાની ડીલ કરાવી છે જેના કારમે વેગનર ગૃપના ચીફ યેવગેની પ્રિગોઝિને પોતાના સૈનિકોને પિછેહઠ કરવા કહ્યું છે જેથી ખુનખરાબા રોકી શકાય, તેમણે મોસ્કો તરફ આગળ વધી રહેલી સૈનિકોને આગળ જતાં અટકાવી પોતાના કેમ્પમાં પરત જવા આદેશ કર્યો છે.

સહમતિ સધાઈ

વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિને કહ્યું કે, દેશમાં ખુનખરાબીની સ્થિતિ સર્જવાનો તેમનો જરા પણ ઈરાદો નથી. તેમના સૈનિકો માત્ર 24 કલાકમાં મોસ્કોની નજીક 200 કિલોમીટર સુધી પહોંચી ગયા હતા. પરંતુ હવે અમે પરત ફરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે, વેગનર ગ્રૂપના સૈનિકો અને પ્રિગોઝિન સામેના બળવાના બધા જ કેસો અને આરોપો પરત ખેંચી લેવા સહમતિ સાધવામાં આવી છે.

બેલારુસના રાષ્ટ્રપતિએ કરી મધ્યસ્થી

બેલારુસના રાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યેવજેની પ્રિગોઝિને રાષ્ટ્રપતિ લુકાશેન્કોના તે પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, જેના હેઠળ વેગનર જૂથ રશિયાની અંદર આગળ નહીં જાય." પ્રિગોઝિન અને લુકાશેન્કો વચ્ચે આખો દિવસ વાતચીત થઈ. આ પછી રશિયામાં ખુનખરાબો ન કરવા પર સમજૂતી થઈ.

શું હતી સમાધાનની ફોર્મ્યૂલા?

બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વાતચીત દરમિયાન સતત પુતિન સાથે સતત સમન્વય કરવામાં આવી રહ્યો છે. પ્રિગોઝિનને તેના સૈનિકોની ગેરંટી આપવાનો વિકલ્પ ઓફર કરવામાં આવ્યો હતો. પ્રિગોઝિનને બીજું શું ઓફર થયું તે હજી સ્પષ્ટ થયું નથી.

પુતિને વિદ્રોહીનો ખાત્મો કરવાના કર્યાં હતા આદેશ

આ અગાઉ વેગનર ગૃપના બળવાને લીધે રશિયન સેનાએ મોસ્કો જતા દરેક માર્ગો બ્લોક કરી દીધા હતા. રાષ્ટ્રપતિ પુતિને વેગનર લીડર્સને મારવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રના નામે આપેલા મેસેજમાં પુતિને આ વિદ્રોહને વિશ્વાસઘાત અને દેશદ્રોહ ગણાવ્યો હતો અને તેમણે વિદ્રોહીઓનો ખાત્મો કરી દેવાનું વચન આપ્યું હતુ.

રશિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, રશિયામાં શુક્રવારે રાત્રે સૈન્ય બળવાનો પ્રયાસ થયો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વફાદાર અને બળવો કરી ચૂકેલા સૈનિકોનું એક જૂથ વેગનર ગ્રુપ યુક્રેનની સરહદ નજીક રોસ્ટોવના લશ્કરી મુખ્ય મથકને કબજે કર્યા પછી મોસ્કો તરફ આગળ વધ્યું હતું. તેણે રશિયામાં રાષ્ટ્રપતિના સત્તાપલટો કરવાની પણ જાહેરાત કરી દીધી હતી અને જે બાદથી રશિયામાં અજંપા ભરેલી સ્થિતિ હતી તો બીજી તરફ સમગ્ર વિશ્વની નજર આના પર હતી.

આ પણ વાંચો : રશિયામાં ખાનગી આર્મીનો બળવો, મોસ્કો કબજે કરવાની કરી રહ્યા છે તૈયારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article