Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Visakhapatnam : કોરબા એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, 4 બોગીમાં લાગી ભીષણ આગ...

રેલ્વે સ્ટેશનમાં ભીષણ આગ પ્લેટફોર્મ પર ઉભેલી કોરબા એક્સપ્રેસપણ આવી ઝપેટમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં વિશાખાપટ્ટનમ (Visakhapatnam) રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગી હતી. કોરબાથી વિશાખાપટ્ટનમ (Visakhapatnam) અને અહીંથી તિરુમાલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી ગઈ હતી. કોરબા એક્સપ્રેસ...
02:12 PM Aug 04, 2024 IST | Dhruv Parmar
  1. રેલ્વે સ્ટેશનમાં ભીષણ આગ
  2. પ્લેટફોર્મ પર ઉભેલી કોરબા એક્સપ્રેસપણ આવી ઝપેટમાં
  3. કોઈ જાનહાનિના સમાચાર નહીં

વિશાખાપટ્ટનમ (Visakhapatnam) રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગી હતી. કોરબાથી વિશાખાપટ્ટનમ (Visakhapatnam) અને અહીંથી તિરુમાલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી ગઈ હતી. કોરબા એક્સપ્રેસ ટ્રેન રવિવારે બપોરે પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. ત્યારબાદ તેની ઘણી બોગીઓમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કોરબા એક્સપ્રેસની AC બોગીની M1, B7, B6 બોગીમાં આગ લાગી હતી. રેલ્વે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

મુસાફરોમાં ગભરાટ...

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રેનની તમામ સળગતી બોગી AC હતી. ટ્રેનમાં આગ લાગવાથી સ્ટેશનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ પણ વાંચો : MP : Sagar માં દિવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોત, CM મોહન યાદવ આપશે 4 લાખ રૂપિયાનું વળતર

આગની ઘટનાથી કોઈને અસર થઈ નથી...

કોરબા એક્સપ્રેસના B6, B7 ના ખાલી રેકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ ટ્રેન સવારે સાડા છ વાગ્યે અહીં પહોંચી હતી. કોચિંગ 9:45 વાગ્યે ડેપો માટે રવાના થવાનું હતું. ત્યારે B7 કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ આગ B7, B7 અને M1 કોચમાં ફેલાઈ ગઈ. જોકે આ ઘટનામાં કોઈને અસર થઈ ન હતી.

આ પણ વાંચો : Mumbai માં ભારે વરસાદની આગાહી, IMD એ જારી કર્યું ઓરેન્જ એલર્ટ...

ઝારખંડમાં ટ્રેન અકસ્માતમાં 2 ના મોત, 20 ઘાયલ...

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં એક ટ્રેન અકસ્માત થયો હતો. મુંબઈ-હાવડા મેઈલના ઓછામાં ઓછા 18 ડબ્બા વહેલી સવારે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 20 ઘાયલ થયા હતા. આ અકસ્માત દક્ષિણ-પૂર્વ રેલવે (SER)ના ચક્રધરપુર વિભાગ હેઠળના જમશેદપુરથી લગભગ 80 કિમી દૂર બારાબામ્બુ નજીક સવારે 4.45 વાગ્યે થયો હતો.

આ પણ વાંચો : Srinagar Rain : વાદળ ફાટવાને કારણે શ્રીનગર-કારગિલ હાઈવે બંધ, અનેક વાહનો પૂરની ઝપેટમાં...

Tags :
4 Train carriage burntFire NewsGujarati NewsIndiaKorba ExpressKorba Express Train FireKorba Express Train Fire NewsNationalTRAIN FIREVisakhapatnam railway station
Next Article