ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Virat Kohli:વિરાટ કોહલીની વધુ એક સિદ્ધી,આમ કરનાર ચોથો ભારતીય બન્યો

વિરાટ કોહલીની વધુ એક સિદ્ધી કોહલીએ ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કર્યા કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યો છે Virat Kohli : વિરાટ કોહલીએ આજે ​​ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિધ્ધી (Virat Kohli)હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી...
05:02 PM Oct 18, 2024 IST | Hiren Dave
Virat Kohli Record

Virat Kohli : વિરાટ કોહલીએ આજે ​​ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિધ્ધી (Virat Kohli)હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારબાદ તેની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તે જ મેચની બીજી ઈનિંગમાં કોહલીએ તેના બેટથી જવાબ આપ્યો હતો. જો કે કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યો છે, પરંતુ આ કંઈક ખાસ છે કારણ કે આ ટેસ્ટ માઈલસ્ટોન છે, જે કોહલીના દિલની ખૂબ નજીક છે. આ મેચમાં ભારતીય ટીમ ભલે બેક ફૂટ પર હોય, પરંતુ જો ટીમ ઈન્ડિયાને ફ્રન્ટ ફૂટ પર આવવું હોય તો અહીંથી માત્ર કોહલી જ કરી શકે છે.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કર્યા

કોહલી (Virat Kohli)ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂરા કરવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો, જે તેણે આજે કર્યો. આ મેચ પહેલા કોહલીને માત્ર 53 રનની જરૂર હતી. એવી અપેક્ષા હતી કે તે મેચની પહેલી જ ઇનિંગમાં આવું કરશે, પરંતુ ત્યાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે પહેલા તેની અડધી સદી પૂરી કરી અને તેના થોડા સમય બાદ વધુ 3 રન બનાવ્યા અને 9 હજાર રન પૂરા કર્યા.

આ પણ  વાંચો -T20 WC માં સર્જ્યો મોટો અપસેટ,આ ટીમ પહોંચી ફાઇનલમાં

કોહલીએ 116 ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

વિરાટ કોહલી પહેલા અત્યાર સુધી માત્ર ત્રણ અન્ય ભારતીય બેટ્સમેન એવા છે જેમણે નવ હજારથી વધુ રન બનાવ્યા છે. કોહલીને અહીં સુધી પહોંચવામાં 116 મેચની 197 ઇનિંગ્સ લાગી હતી. આ સમયગાળા દરમિયાન તેણે પોતાના બેટથી 29 સદી અને 31 અડધી સદી ફટકારી છે. હાલમાં તેની એવરેજ 48.85 છે અને તે 55.81ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે.

આ પણ  વાંચો -સ્ટમ્પ આઉટ થયેલો Ben Stokes કેમ આશ્ચર્યમાં મુકાયો..?

ભારતના આ બેટ્સમેનોએ 10 હજારથી વધુ રન બનાવ્યા છે

આ પહેલા વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર આ કરી શક્યા હતા. જો તેના રનની વાત કરીએ તો સચિન તેંડુલકરે 200 ટેસ્ટ રમીને 15,921 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડે 163 મેચ રમીને 13,265 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચમાં 10,122 રન બનાવ્યા છે. હવે કોહલીનું આગામી ટાર્ગેટ 10 હજાર રન જલદી પૂર્ણ કરવાનું રહેશે. જો ફોર્મ સારું છે તો તેના માટે આ આંકડો પણ દૂર નથી. શક્ય છે કે આ વર્ષથી આપણે વધુ એક માઈલસ્ટોન સુધી પહોંચતા જોવા મળી શકીએ.

Tags :
Bengaluru testIndia vs New ZealandIndia vs New Zealand Bengaluru TestIndia vs New Zealand first testIndian Cricket TeamLatest Cricket NewsSarfaraz half century centurySarfaraz KhanTeam IndiaVirat KohliVirat Kohli 9 thousand runs in testVirat Kohli 9000 runsVirat Kohli nine thousand runs in testVirat Kohli record
Next Article