Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Viral News : Irfan Pathan ની પત્ની પહેલીવાર બુરખા વગર જોવા મળી, ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ઈરફાન પઠાણે હાલમાં જ પોતાના ઘરે અફઘાનિસ્તાનના ક્રિકેટરો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઈરફાન પઠાણના ઘરે યોજાયેલી આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અને સિંગર અદનાન સામી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સાથે...
07:47 PM Nov 09, 2023 IST | Dhruv Parmar

ઈરફાન પઠાણે હાલમાં જ પોતાના ઘરે અફઘાનિસ્તાનના ક્રિકેટરો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઈરફાન પઠાણના ઘરે યોજાયેલી આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અને સિંગર અદનાન સામી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સૌનું ધ્યાન ઈરફાન પઠાણની પત્ની પર ગયું જે પહેલીવાર બુરખા વગર જોવા મળી હતી.

સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994 ના રોજ થયો હતો. સફા બેગ સાઉદી અરેબિયાના જેદ્દાહ જિલ્લાના અઝીઝિયામાં ઉછર્યા હતા. સફા બેગે સાઉદી અરેબિયાની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સફા અને ઈરફાનની મુલાકાત વિશે કોઈ માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત 2014 માં દુબઈમાં થઈ હતી. જે બાદ બંનેએ 2016 માં લગ્ન કરી લીધા હતા.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણનો જન્મ 23 ઓક્ટોબર 1984ના રોજ થયો હતો જ્યારે તેની પત્ની સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ સાઉદી અરેબિયામાં થયો હતો. ઈરફાન પઠાણની પત્ની તેના કરતા 10 વર્ષ નાની છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014માં થઈ હતી. ઈરફાન (Irfan Pathan) પહેલી નજરમાં જ સફા (Safa Baig)ના પ્રેમમાં પડી ગયો હતો. બંને વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર છે, પરંતુ તેમ છતાં બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

ઈરફાન પઠાણ અને સફા બેગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરે છે. ત્યારપછી ઈરફાન (Irfan Pathan)એ વડોદરામાં સફા (Safa Baig)ને તેના માતા-પિતા સાથે પરિચય કરાવ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. 4 ફેબ્રુઆરી 2016ના રોજ ઈરફાન પઠાણ અને સફા બેગના લગ્ન થયા. તે જ સમયે, 20 ડિસેમ્બર, 2016 ના રોજ, બંને એક બાળકના માતાપિતા પણ બન્યા.

સફા બેગ ખૂબ જ સુંદર છે. તે મિડલ ઈસ્ટ એશિયામાં એક મોટી મોડલ પણ રહી ચુકી છે અને ત્યાંના ઘણા મોટા ફેશન મેગેઝીનમાં તેની તસવીરો પ્રકાશિત થઈ છે. સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો અને તે ઈરફાન પઠાણ કરતા 10 વર્ષ નાની છે. આટલું જ નહીં, સફા એક ઉત્તમ નેઇલ આર્ટિસ્ટ તરીકે પણ જાણીતી છે. તેની પાસે ફ્લિકર પેજ નામનું પેજ પણ છે.

આ પણ વાંચો : નામ છે મિર્ઝાપુર, પરંતુ આ શહેરમાં ક્યારેય વેબ સિરીઝનું થયું નથી શૂટિંગ

Tags :
BollywoodCricketcricketerentertainmentIrfan PathanSafa BaigSports
Next Article