West Bengal માં પંચાયતી ચૂંટણીમાં હિંસા, 5ના મોત
પશ્ચિમ બંગાળ (West Bengal)માં આજે પંચાયત ચૂંટણી (Panchayat elections) માટે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ સાથે અહીંથી હિંસા (Violence) ના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. ટીએમસી (TMC)નો આરોપ છે કે છેલ્લા 24...
09:31 AM Jul 08, 2023 IST
|
Vipul Pandya
પશ્ચિમ બંગાળ (West Bengal)માં આજે પંચાયત ચૂંટણી (Panchayat elections) માટે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ સાથે અહીંથી હિંસા (Violence) ના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. ટીએમસી (TMC)નો આરોપ છે કે છેલ્લા 24 કલાકમાં આ લોકો છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગમાં માર્યા ગયા છે. આ હુમલા શુક્રવાર રાતથી આજ સવાર સુધી પ્રકાશમાં આવ્યા છે.
મુર્શિદાબાદમાં સૌથી વધુ હિંસા
મુર્શિદાબાદમાં શનિવારે સવારે બેલડાંગામાં TMC કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે તથા મુર્શિદાબાદમાં જ TMC કાર્યકરની શુક્રવારે રાત્રે ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ લગાવાયો છે. મુર્શિદાબાદમાં જ શુક્રવારે રાત્રે રેજીનગરમાં બોમ્બ વિસ્ફોટમાં TMC કાર્યકરનું કથિત મોત થયું છે જ્યારે કૂચબિહારમાં શનિવારે સવારે તુફનગંજમાં ટીએમસી કાર્યકરની ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ કરાયો છે. ઉપરાંત માલદામાં TMC નેતાના સંબંધીની હત્યા થઇ છે. માલદાના માણિકચોકમાં ભારે બોમ્બમારો બાદ હત્યા થઇ હોવાનો આરોપ લગાવાયો છે.
અપક્ષ ઉમેદવાર જહાનઆરા બેગમ પર ગોળીબારનો એજન્ટનો આરોપ
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર જહાનઆરા બેગમના એજન્ટ પર ગોળીબારનો આરોપ છે. આ ઘટના આરામબાગમાં અરંડી ગ્રામ પંચાયત 1 ના બૂથ 273 પર બની હતી. ગોળી મારનાર એજન્ટનું નામ કયામુદ્દીન મલિક છે. બૂથ પર જતી વખતે શાસક પક્ષ પર ફાયરિંગ કરવાનો આરોપ છે.
તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કરીને આ વાત કહી
તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કર્યું, કે આઘાતજનક અને દુ:ખદ ઘટનાઓએ મતદાનને આંચકો આપ્યો છે. રેજીનગર, તુફનગંજ અને ખારગ્રામમાં અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે અને ડોમકોલમાં બે લોકોને ગોળી વાગી છે. જ્યારે બંગાળ ભાજપ, સીપીઆઈએમ પશ્ચિમ બંગાળ અને બંગાળ કોંગ્રેસ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો---આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
Next Article