Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ફાટી; કુકી ઉગ્રવાદીઓએ CRPF પર કર્યો હુમલો, બે જવાન શહીદ

Manipur Violence: મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા સતત વધી રહી છે, બે સમુદાય વચ્ચે ભારે ઘમસાણ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અહીં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે માહિતી આવી રહી છે...
manipur violence  મણિપુરમાં ફરી હિંસા ફાટી  કુકી ઉગ્રવાદીઓએ  crpf પર કર્યો હુમલો  બે જવાન શહીદ

Manipur Violence: મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા સતત વધી રહી છે, બે સમુદાય વચ્ચે ભારે ઘમસાણ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અહીં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે માહિતી આવી રહી છે કે શુક્રવારે મધ્યરાત્રિએ કુકી ઉગ્રવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા. મણિપુરની હાલત સતત વણસી રહી છે. તમને જણાવી દઈએ કે, છાસવારે અત્યારે મણિપુરમાં હત્યાઓ અને હિંસા થઈ રહી છે.

Advertisement

CRPF ના બે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો

અત્યારે મણિપુરથી નવી વિગતો સામે આવી છે. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે મોડી રાત્રે અને લગભગ 2:15 વાગ્યાની વચ્ચે કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા. બે જવાનોના મોત થવાથી અત્યારે મણિપુરની હાલત વધારે વણસેલી લાગી રહીં છે.

Advertisement

ગયા વર્ષે જાતિ હિંસા ફાટી નીકળી હતી

નોંધનીય છે કે, ગયા વર્ષે 3 મે ના રોજ મૈતેઈ સમુદાયની અનુસૂચિક જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એક્તા માર્ચ’ ને પગલે જાતિ હિંસા ફાટી નીકળી ત્યારથી 180 થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇટીસ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસીઓ 40 ટકા છે અને મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

આ પણ વાંચો: Sandeshkhali માં હથિયારોનો જથ્થો ઝડપાયો, મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી!

Advertisement

Spider Man પોતાની ગર્લફ્રેન્ડ સાથે Delhi ની સડકો પર કરી રહ્યો હતો સ્ટંટ, પછી પોલીસે કર્યું એવું કે…

Sandeshkhali Case : પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ CBI ના દરોડા, હથિયારો મળી આવ્યા

Tags :
Advertisement

.