Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સત્ય ઘટના પર આધારીત The Sabarmati Report આ દિવસે થશે રિલીઝ...

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની કમનસીબ ઘટના પર આધારિત ફિલ્મ ' ધ સાબરમતી રિપોર્ટ'ને ફરી એકવાર નવી રિલીઝ ડેટ મળી એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં 12મી ફેલ મૂવી બાદ વિક્રાંત મેસી 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા...
સત્ય ઘટના પર આધારીત the sabarmati report આ દિવસે થશે રિલીઝ
Advertisement
  • ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની કમનસીબ ઘટના પર આધારિત ફિલ્મ
    '
  • ધ સાબરમતી રિપોર્ટ'ને ફરી એકવાર નવી રિલીઝ ડેટ મળી
  • એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં
  • 12મી ફેલ મૂવી બાદ વિક્રાંત મેસી 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે
  • રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે

The Sabarmati Report : ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની કમનસીબ ઘટના પર આધારિત ફિલ્મ વિક્રાંત મેસીની 'ધ સાબરમતી રિપોર્ટ' (The Sabarmati Report)ને ફરી એકવાર નવી રિલીઝ ડેટ મળી છે. આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે લેટેસ્ટ અપડેટમાં જાણવા મળ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ ફરીથી બદલવામાં આવી છે. . '12મી ફેલ' મૂવી બાદ વિક્રાંત મેસી ટૂંક સમયમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

આ દિવસે સાબરમતી રિપોર્ટ રિલીઝ કરવામાં આવશે

વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેની રિલીઝ ડેટ બીજી વખત બદલવામાં આવી છે. દરમિયાન, નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. હવે 'ધ સાબરમતી રિપોર્ટ' 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. 'સેક્ટર 36' અને '12મી ફેલ'માં દમદાર અભિનય કરનાર વિક્રાંત મેસી ફરી એકવાર સ્ક્રીન પર ધમાકો કરવા માટે તૈયાર છે. આટલું જ નહીં આ ફિલ્મ દિવાળી પછી સ્ક્રીન પર આવવાની છે. તમને જણાવી દઈએ કે 'સેક્ટર 36' અને '12મી ફેલ'ની જેમ 'ધ સાબરમતી રિપોર્ટ' પણ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે.

Advertisement

આ પણ વાંચો----Bombay High Court એ સેન્ટ્રલ બોર્ડને કંગનાની ફિલ્મને લઈ લગાવી ફટકાર

Advertisement

સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત

વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની વાર્તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 3 મે, 2024ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તે 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ત્રીજી વખત ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બર, 2024 કરવામાં આવી છે.

આ અભિનેત્રી પહેલીવાર વિક્રાંત મેસી સાથે કામ કરશે

તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. આ ફિલ્મમાં રિદ્દી ડોગરા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન ફિલ્મના સહ-નિર્માતા છે.

આ પણ વાંચો----આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર!

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025 : પંજાબ કિંગ્સ માટે Ricky Ponting નો સનાતની અવતાર વાયરલ! જુઓ Video

featured-img
રાષ્ટ્રીય

Uttarakhand : ચારધામ યાત્રા માટે 4 મહત્વપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશનથી લઈને ટોકન સિસ્ટમ સુધી, આ નિયમો ખૂબ જ ઉપયોગી થશે

featured-img
રાષ્ટ્રીય

UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

×

Live Tv

Trending News

.

×