નાગપુરમાં RSS દ્વારા વિજયાદશમીના ઉત્સવનું આયોજન, મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવને આપી હાજરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ મંગળવારે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં દશેરા રેલીનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સંઘના સભ્યોએ નાગપુરમાં 'પથ સંચલન'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે RSS ના વડા મોહન ભાગવત અને ગાયક શંકર મહાદેવન પણ હાજર હતા. આ પછી મોહન ભાગવતે સંઘ મુખ્યાલયમાં મહાદેવનનું સ્વાગત પણ કર્યું હતું.
RSS ના સ્થાપક કેબી હેડગેવારને અપાઈ શ્રદ્ધાંજલિ
RSS દ્વારા આયોજિત દશેરાના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી. બંને નેતાઓ RSS ના પોશાકમાં આ કાર્યક્રમમાં સામેલ થયા હતા . RSS ના વડા મોહન ભાગવતે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં RSS ના સ્થાપક કેબી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે ગાયક શંકર મહાદેવન પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સાથે સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી પર્વનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
વિશ્વમાં ભારતનું ગૌરવ દર વર્ષે વધી રહ્યું - મોહન ભાગવત
#WATCH | Nagpur, Maharashtra: While addressing RSS Vijayadashmi Utsav, RSS Chief Mohan Bhagwat says, "...Every year, India's pride is increasing in the world... The G 20 summit held here (in India) was special. The hospitality of Indians was praised...People from different… pic.twitter.com/ivmFyV4gn6
— ANI (@ANI) October 24, 2023
સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ શાસ્ત્ર પૂજા કરી હતી. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ભારતની આતિથ્યની સર્વત્ર પ્રશંસા થઈ છે. તેમણે કહ્યું,વિશ્વમાં ભારતનું ગૌરવ દર વર્ષે વધી રહ્યું છે.G20 સમિટ અહીં યોજાઈ હતી,જે ખૂબ જ ખાસ હતી.અન્ય દેશોના લોકોએ પણ અમારી વિવિધતાનો અનુભવ કર્યો છે. તેઓએ અમારી રાજદ્વારી કુશળતા તેમજ અમારી નિષ્ઠાવાન સદભાવના જોઈ છે.
મુખ્ય અતિથિ શંકર મહાદેવન પણ રહ્યા હાજર
#WATCH | Nagpur, Maharashtra: Singer-composer Shankar Mahadevan sings at RSS Vijayadashami Utsav event; says, "...This is the mantra for world's peace. Praying for every human being's peace. This is what our country is...," pic.twitter.com/ZgelelIEMk
— ANI (@ANI) October 24, 2023
સંઘ પ્રમુખની સાથે મુખ્ય અતિથિ શંકર મહાદેવન પણ હાજર હતા.દશેરા રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, RSS પરિવારના સભ્યોએ દેશ માટે જે કામ કર્યું છે અને કરશે તેના માટે હું તમારા આશીર્વાદ જ માંગી શકું છું. હું એ હકીકત માટે તમારો આભાર માનું છું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે તમારા જેટલા પ્રયત્નો દેશમાં કોઈએ કર્યા નથી.તેમણે વધુમાં કહ્યું કે,આ વિશ્વ શાંતિનો મંત્ર છે.આપણો દેશ એવો છે કે અહીં દરેક મનુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આ પણ વાંચો -- શું છે 24 ઓકટોબરની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે