Vijay Wadettiwar: ‘પોલીસ અધિકારી હેમંતની હત્યા અજમલ કસાબે નહીં પરંતુ...’ વિજય વડેટ્ટીવારનું વિવાદિત નિવેદન
Vijay Namdevrao Wadettiwar: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાપ સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે, મુંબઈ આતંકી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. મહારાષ્ટમાં અત્યારે કોંગ્રેસ નેતા વિજય વટેડ્ડિવારના નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ નેતા વિજય વટેડ્ડિવારે મુંબઈમાં થયેલા આંતકી હુમલાને લઇ વિવાદમાં સપડાયા છે. વિજય વટેડ્ડિવારના આ નિવેદન આપીને ફરી એકવાર પોતાના જ પગ પર વાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આ નેતા વિજય વડેટ્ટીવાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના છે. વિજય વડેટ્ટીવારે 26/11ના મુંબઈ હુમલા અંગે એક વિચિત્ર દાવો કરીને વિવાદ ઊભો કર્યો છે.
વિજય વડેટ્ટીવારના નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
તમને જણાવી દઈએ કે, વિજય વડેટ્ટીવારે 26/11 ના હુમલાને લઈને પોતાના વિવાદિત શબ્દો કર્યા છે. તેમણે એક વિવાદિત દાવો કરતા કહ્યું કે, 26/11 ના હુમલામાં પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા અજમલ કસાબ કે તેની સાથે આવેના આતંકીઓએ નહોતી કરી પરંતુ પોલીસે જ કરી હતી. તેમણે કહ્યું આ ગોળી અજમલ કસાબ નહીં પરંતુ આરએસએસના સમર્થર પોલીસે અધિકારીની બંદુકમાંથી નીકળી હતી. નોંધનીય છે કે, વિજય વડેટ્ટીવારના આ વિવાદિત નિવેદને મહારાષ્ટ્રની રાજનીતિમાં હોબાળો મચાવ્યો છે.
વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ સામે ભાજપે આકરા પ્રહારો
નોંધનીય છે કે, વિજય વડેટ્ટીવારના વિવાદિત નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહનાઝ પૂનાવાલાએ આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, ‘કોંગ્રેસ 26/11 માટે પાકિસ્તાનને ક્લિનચીટ આપે છે.’ વિજય વડેટ્ટીવારના આ વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ સામે ભાજપે આકરા પ્રહારો કર્યા છે. આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘કોંગ્રેસ કસાબની સમર્થક છે’. આ સાથે ઉજ્જવલ નિકમે કહ્યું કે, કોંગ્રેસે 26/11ના મૃતકોનું અપમાન કર્યુ છે.’
પૂનાવાલાએ કોંગ્રેસને લગાવી આવી ફટકાર
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawala એ કહ્યું કે, ‘આ આશ્ચર્યની વાત નથી કે પાકિસ્તાન કોંગ્રેસ અને રાહુલ માટે પ્રાર્થના કરી રહ્યું છે. કોંગ્રેસ ફરીથી વોટબેંક રાજનીતિને રાષ્ટ્રનિતિથી ઉપર મૂકી રહી છે. બાટલા, અફઝલ, યાકુબ, નક્સલીઓ માટે રડ્યા પછી અને તેમને શહીદનું લેબલ લગાવ્યા પછી હવે ઉજ્જવલ નિકમ જેવા દેશભક્તો પર શંકા અને પાકને ક્લીનચીટ!, ભારત આ દેશદ્રોહીઓને ક્યારેય નહીં ભૂલે’