Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં બાપુનગરમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે.  જેને પગલે અફરા-તફરી મચી ગઈ હતી. ભીષણ આગને પગલે એક સાથે 50થી વધુ ગોડાઉનમાં આગ લાગી હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવા...
બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ભીષણ આગ  બ્રિગેડ કોલ જાહેર  ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં બાપુનગરમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે.  જેને પગલે અફરા-તફરી મચી ગઈ હતી. ભીષણ આગને પગલે એક સાથે 50થી વધુ ગોડાઉનમાં આગ લાગી હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાના પ્રયાસ હાથ ધર્યા હતા.  આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.

Advertisement

મળતી જાણકારી અનુસાર, આખા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 5થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો ફાયર વિભાગ દ્વારા રોબોટ મશીનરીની મદદ પણ લેવામાં આવી છે. ફાયર વિભાગે ઘટનાને મેજર કોલ જાહેર કર્યો છે જેના લીધે ACP, DCP સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

Advertisement

મહત્વનું છે કે, બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે જેમા 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ લગવાનું કારણ હજુ અકબંધ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. ફટાકડા ફૂટતા અવાજ બનતા આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

આગ ભિષણ હોવાને કારણે ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ફાયર બ્રિગડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આરોપીએ છેતરપિંડીની અપનાવી એવી ટ્રિક કે જાણીને તમે પણ ચોંકી જશો…

Tags :
Advertisement

.