ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ireland માં પણ જય હો... વરસાદના કારણે મેચ રદ, ભારતે આયર્લેન્ડ સામે 2-0 થી શ્રેણીમાં મેળવી જીત

ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3 લેન્ડ થયા બાદ ભારતવાસીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ આજે ટીમ ઈન્ડિયાની આયર્લેન્ડ સામે T20I શ્રેણીની અંતિમ મેચ હતી, જે વરસાદના કારણે રદ થયા બાદ ભારતે આ શ્રેણી 2-0 થી પોતાના નામે કરી લીધી...
11:09 PM Aug 23, 2023 IST | Hardik Shah

ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3 લેન્ડ થયા બાદ ભારતવાસીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ આજે ટીમ ઈન્ડિયાની આયર્લેન્ડ સામે T20I શ્રેણીની અંતિમ મેચ હતી, જે વરસાદના કારણે રદ થયા બાદ ભારતે આ શ્રેણી 2-0 થી પોતાના નામે કરી લીધી છે. એટલે કે આયર્લેન્ડની ધરતી પર પણ ભારતીયોની જય હો.

વરસાદના કારણે ભારત-આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી એટલે કે શ્રેણીની અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચ ડબલિનના ધ વિલેજમાં રમવાની હતી, પરંતુ તે પહેલા વરસાદ શરૂ થઇ ગયો, જેના કારણે ટોસ થઈ શક્યો નહીં. નિયમ મુજબ, નિર્ધારિત સમય સુધી વરસાદ રોકાયો ન હતો, તેથી મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમે પહેલા જ સતત 2 મેચ જીતીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચ 33 રને જીતી હતી.

બુમરાહની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા શ્રેણી જીત્યું

જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત સીરિઝ રમી રહી હતી. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને મેચ જીતીને ટ્રોફી જીતી હતી. ત્રીજી T20 મેચમાં સતત વરસાદ પડ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોઈ અને બાદમાં તપાસનો રાઉન્ડ શરૂ થયો. ટોસ પણ ન થઈ શક્યું અને મેચ પડતી મૂકવી પડી. જણાવી દઇએ કે, રમતની શરૂઆત પહેલા, જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની યુવા ટીમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની ઉજવણી કરતી જોવા મળી હતી. ભારત પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું મિશન લેન્ડ કર્યું છે.

આયર્લેન્ડ સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર

આયર્લેન્ડ સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે. જો આયર્લેન્ડ શ્રેણીની ત્રીજી મેચ જીતવામાં સફળ થઇ હોત તો તે ભારત સામે તેની પ્રથમ અને ઐતિહાસિક જીત હોત. જોકે, તે વરસાદના કારણે થઇ શક્યુ નથી. અને ભારતે આ શ્રેણીને 2-0 થી જીતી લીધી છે.

આ પણ વાંચો - Asia Cup 2023 : બાંગ્લાદેશને લાગ્યો ઝટકો, ટીમનો મુખ્ય ખેલાડી થયો ટીમમાંથી બહાર

આ પણ વાંચો - Asia Cup 2023 : એશિયા કપ પહેલા Pakistan ના captain Babar Azam નું મોટું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
India vs IrelandIndia vs Ireland 3rd T20IIndian Cricket TeamIRE vs IND 3rd T20IJasprit Bumrah
Next Article