Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dinesh Kumar Tripathi: નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીની નિયુક્તિ

Vice Admiral Dinesh Kumar Tripathi: સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમની 30 એપ્રિલ, 2024ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવશે છે. હાલના વડા નેવલ...
dinesh kumar tripathi  નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીની નિયુક્તિ
Advertisement

Vice Admiral Dinesh Kumar Tripathi: સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમની 30 એપ્રિલ, 2024ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવશે છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ 30 એપ્રિલ, 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે.

39 વર્ષ સુધી લાંબી અને વિશિષ્ટ સેવા આપી

15 મે, 1964ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને 01 જુલાઈ, 1985ના રોજ ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર નિષ્ણાત, તેમણે લગભગ 39 વર્ષ સુધી લાંબી અને વિશિષ્ટ સેવા આપી છે. નૌકાદળના વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યરત હતા.

Advertisement

Advertisement

આ ક્ષેત્રોમાં પણ આપેલી છે પોતાની સેવાઓ

વીએડીએમ ડીકે ત્રિપાઠીએ ભારતીય નૌકાદળના જહાજ વિનાશ, કિર્ચ અને ત્રિશુલની કમાન સંભાળી છે. તેમણે વિવિધ મહત્વપૂર્ણ ઓપરેશનલ અને સ્ટાફની નિમણૂકો પર પણ કામ કર્યું છે જેમાં પશ્ચિમી ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર; નેવલ ઓપરેશન્સ ડિરેક્ટર; નવી દિલ્હી ખાતે પ્રિન્સિપલ ડાયરેક્ટર, નેટવર્ક સેન્ટ્રિક ઓપરેશન્સ અને પ્રિન્સિપલ ડિરેક્ટર, નેવલ પ્લાન્સનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે પણ કાર્ય કર્યું

રીઅર એડમિરલ તરીકે, તેમણે આસિસ્ટન્ટ ચીફ ઓફ નેવલ સ્ટાફ (નીતિ અને યોજનાઓ) અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈસ્ટર્ન ફ્લીટ તરીકે સેવા આપી છે. વાઇસ એડમિરલના હોદ્દા પર, તેમણે પ્રતિષ્ઠિત ભારતીય નેવલ એકેડેમી, એઝિમાલાના કમાન્ડન્ટ તરીકે સેવા આપી છે; નેવલ ઓપરેશન્સના મહાનિર્દેશક; ચીફ ઓફ પર્સનલ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે પણ કાર્ય કર્યું છે.

સૈનિક સ્કૂલ, રીવા અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટનમાં અભ્યાસક્રમો પૂરો કર્યા છે; નેવલ હાયર કમાન્ડ કોર્સ, કારંજા અને યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજ, યુએસએ ખાતે નેવલ કમાન્ડ કોલેજ કરી છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 21 રાજ્યોમાં 102 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Giu : ચીનને અડીને આવેલા આ ગામમાં પહેલીવાર ફોનની રીંગ વાગી, PM મોદીએ કર્યો ફોન, લોકોએ કહ્યું…

Tags :
Advertisement

.

×