Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vibrant Gujarat : વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના લોગો, બ્રોશર, વેબસાઈટ તથા અન્ય પ્રકલ્પોનું લોન્ચિંગ, આ તારીખોમાં મેગા આયોજન

વાયબ્રન્ટ ગુજરાત-2024ને લઈ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેને પગલે આજે વાયબ્રન્ટ ગુજરાત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું હતુ. ગુજરાત ગ્લોબલ...
vibrant gujarat   વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના લોગો  બ્રોશર  વેબસાઈટ તથા અન્ય પ્રકલ્પોનું લોન્ચિંગ  આ તારીખોમાં મેગા આયોજન

વાયબ્રન્ટ ગુજરાત-2024ને લઈ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેને પગલે આજે વાયબ્રન્ટ ગુજરાત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું હતુ. ગુજરાત ગ્લોબલ સમિટના રૂપે થયેલા MOUના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્‍ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી આગામી તારીખ 10થી 12 જાન્યુઆરી, 2024ના દિવસોએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે. ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ વેબસાઈટ તથા મોબાઇલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે.

Advertisement

આ VG એપ એન્ડ્રોઇડ અને iOS એમ બંને મોબાઈલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સને વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે. ચેટ, સંબંધિત સરકારી વિભાગો સાથે મીટિંગો શેડ્યુલ કરવી, અન્ય પ્રતિભાગીઓ સાથે B2B મીટિંગો, અન્ય પ્રતિભાગીઓની પ્રોફાઇલ જોવી, પ્રોફાઇલ્સને બુકમાર્ક કરવી અને સમૃદ્ધ મીડિયા કન્ટેન્ટ પોસ્ટ કરવું વગેરે જેવા વિવિધ ફિચર્સ આ વેબસાઈટ અને મોબાઈલ એપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે મીડિયાને જણાવ્યું હતું કે વિતેલા બે દાયકામાં આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં વૈશ્વિક વેપાર માટેનો બેન્ચમાર્ક બની ગઈ છે.

આ બાબતને પરિપૂર્ણ કરવા, ગુજરાતની સક્ષમતા અને રોકાણની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે 12 દેશોમાં 6 આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ચેન્નઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં 11 રાષ્ટ્રીય રોડ શો પણ યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટના જિલ્લા કક્ષાએ યોજાનારા નવતર અભિગમની જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ઉત્તમ નીતિ-નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવનધોરણનું પ્રદર્શન કરે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી ૨૦૨૩ દરમિયાન આ સમિટના ૯ સંસ્કરણોનું સફળ આયોજન વિકાસને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો : બોલ માડી અંબે..! 36 વર્ષની પરંપરા મુજબ શ્રી સિદ્ધી ગૃપ પરિવાર સંઘનું  મા અંબાના ધામમાં જવા માટે પ્રયાણ

Tags :
Advertisement

.