Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VARANASI : PM મોદી દ્વારા કરાયું દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ધાટન, ગુજરાતી ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું છે આ મહામંદિર

હાલ PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદા મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ સ્વરવેદ મંદિરને વિશ્વના સૌથી મોટા યોગ અને ધ્યાન...
varanasi   pm મોદી દ્વારા કરાયું દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ધાટન  ગુજરાતી ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું છે આ મહામંદિર

હાલ PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદા મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ સ્વરવેદ મંદિરને વિશ્વના સૌથી મોટા યોગ અને ધ્યાન કેન્દ્ર તરીકે જોવામાં આવે છે.  સંત સદાફલ મહારાજ આ મંદિરના પ્રેરણા સ્ત્રોત છે. સદાફલ મહારાજ દેશ - વિદેશમાં ઘણા લોકપ્રિય છે.

Advertisement

Image

1000 કરોડના ખર્ચમાં તૈયાર થયું દુનિયાનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર

Advertisement

Image

1000 કરોડના ખર્ચમાં તૈયાર થયેલ આ જગ્યા વારાણસીમાં દેશ જ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે. આ ધ્યાન કેન્દ્રમાં 20 હજાર લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકશે. વારાણસીના ઉમરહાનમાં આ 7 માળનું ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેને સ્વરવેદા મહામંદિર નામ આપવામાં આવ્યું છે. ધ્યાન કેન્દ્રના આ મહાન મંદિરની ટોચ પર નવ અષ્ટ કમલ સ્થાપિત છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

Advertisement

આ સિવાય તેની આસપાસ 101 ફુવારા લગાવવામાં આવ્યા છે. આ ફુવારાઓમાં મકરાણા અને રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ધ્યાન કેન્દ્રનો પાયો 2004માં નાખવામાં આવ્યો હતો.

ગુજરાતના ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું 

 આ મહાન મંદિર કાશીમાં ગુજરાતના ઉદ્યોગપતિ દેવવ્રત ત્રિવેદી અને ચિરાગ ભાઈ પટેલની મદદથી બનાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 600 કારીગરોએ તેને 15 એન્જિનિયરોની દેખરેખ હેઠળ તૈયાર કર્યું છે.

રાજસ્થાની ગ્રેનાઈટનો ઉપયોગ કરાયો 

મંદિરની બહારની દિવાલો પર પણ ઘણી ઘટનાઓ કોતરવામાં આવી છે. આ મંદિરના નિર્માણમાં ગુલાબી રેતીના પથ્થર ઉપરાંત મકરાણા માર્બલ અને રાજસ્થાની ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- ભારતે આપ્યો હતો ચીનને કડક સંદેશ, ભારતે સીમા પર રેકોર્ડ સમયમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ બનાવ્યો

Tags :
Advertisement

.