ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Varanasi : કાશી વિશ્વનાથ મંદિર પાસે મોટો અકસ્માત, 2 મકાન ધરાશાયી, અનેક લોકો દટાયા

Varanasi માં મોટી દુર્ઘટના મકાન ધરાશાયી થતા અનેક લોકો દટાયા NDRF ની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું વારાણસી (Varanasi)ના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના...
07:46 AM Aug 06, 2024 IST | Dhruv Parmar
  1. Varanasi માં મોટી દુર્ઘટના
  2. મકાન ધરાશાયી થતા અનેક લોકો દટાયા
  3. NDRF ની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું

વારાણસી (Varanasi)ના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર બન્યો હતો. બે મકાનો ધરાશાયી થતાં પાંચથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘરના કાટમાળ નીચે દટાયેલાઓમાં મહિલાઓ પણ સામેલ છે.

મંદિરનો ગેટ નંબર 4 બંધ...

વહીવટી અધિકારીઓ અને NDRF ની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચલાવી રહી છે. અકસ્માત બાદ કાશી વિશ્વનાથ મંદિર તરફ જતો ગેટ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો છે. મંદિરે જતા દર્શનાર્થીઓને ગેટ નંબર એક અને ગેટ નંબર બેમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Bangladesh માં બદલાયેલી પરિસ્થિતિની ભારત પર શું અસર પડી શકે છે?

70 વર્ષ જૂનું ઘર...

મળતી માહિતી મુજબ, ખોઆ ગલી ચોક પર સ્થિત પ્રખ્યાત જવાહિર સાઓ કચોરી વિક્રેતાની ઉપર રાજેશ ગુપ્તા અને મનીષ ગુપ્તાના ઘર આવેલા હતા. બંને ઘર 70 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. મોડી રાત્રે બંને મકાનો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો : PM હાઉસ પર ટોળાનો કબ્જો! ધાબળા,ટેબલ, ફર્નિચર ગાદલા સહિત અનેક વસ્તુની ચોરી

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી...

સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રશાસનને મામલાની જાણ કરી હતી. શેરીમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ મેદગીન અને ગોદૌલિયાથી મંદિર તરફ જતા ગેટ નંબર ચારથી દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરી દીધો છે. NDRF ની ટીમ હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

આ પણ વાંચો : 'મેરા અગલા ટાર્ગેટ મુકેશ અંબાણી' ધનાઢ્ય ઉદ્યોગપતિને મળી ધમકી

Tags :
Gujarati Newshouse collapsehouse collapse in Varanasihouse collapse Near Kashi Vishwanath templeIndiaKashi Vishwanath TempleNationalNDRF Rescue OperationNDRF Rescue Operation on House Collapse
Next Article