Varanasi : Kashi Vishwanath Dham ની આવકમાં ચાર ગણો વધારો, ભક્તોની સંખ્યા 16.22 કરોડ...
ઉત્તર પ્રદેશ (UP)ના વારાણસી (Varanasi) સ્થિત કાશી વિશ્વનાથ ધામ (Kashi Vishwanath Dham)ની આવકમાં વધારો થયો છે. મંદિરના કોરિડોરના ઉદ્ઘાટન બાદ તેની આવક ચાર ગણી વધી ગઈ છે. મંદિરના કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2017-18 માં આવક લગભગ 22 થી 23 કરોડ રૂપિયા હતી, જે 2023-24 માં વધીને 86 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વિશ્વનાથ ધામના વિસ્તરણ અને સુવિધાઓ પછી, છેલ્લા સાત વર્ષમાં વધતા દાનની સાથે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
ભક્તોની સંખ્યા 16.22 કરોડ...
આંકડાઓ અનુસાર, મે 2024 સુધીમાં ભક્તોની સંખ્યા 16.22 કરોડ નોંધાઈ હતી. કાશી વિશ્વનાથ ધામ (Kashi Vishwanath Dham)ના કાયાકલ્પ બાદ CM યોગી આદિત્યનાથની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21 વચ્ચે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, હવે તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બાબાના દર્શન કરવા માટે દરરોજ દેશના ખૂણે-ખૂણેથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
વિશ્વનાથ ધામ, શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક...
PM નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર 2021 ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ધામ લગભગ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેની કુલ કિંમત 900 કરોડ રૂપિયા છે. તેમાં કુલ 23 ઈમારતો અને 27 મંદિરો છે. હવે, ભક્તો ગંગા ઘાટથી સીધા કોરિડોર દ્વારા બાબાના દર્શન સરળતાથી કરી શકશે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને ભવ્યતા જોવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરના લોકો અહીં આવે છે.
આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથના સેક્રેટરી બની લોકોને ઠગતો ચાલબાજ ઝડપાયો, વાંચો અહેવાલ
આ પણ વાંચો : Oath : ‘ઇશ્વર’ના નામે શપથની કેમ શરુ થઇ પરંપરા ?
આ પણ વાંચો : મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવું એ ગૃહની પરંપરા વિરુદ્ધ : કોંગ્રેસ સાંસદ