Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara News : બોટ ઓપરેટરને બોટ ચલાવાની તાલીમ જ ના હોવાનો ઘટસ્ફોટ

Vadodara News : સમગ્ર દેશને હચમચાવી નાખનારા વડોદરા (Vadodara)ના હરણી હત્યાકાંડમાં આજે ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું કે હરણી હત્યાકાંડમાં એફઆઇઆરમાં પરેશ શાહ અને નિલેશ જૈનનું નામ સામેલ કરાયું છે. પરેશ શાહ અને...
vadodara news   બોટ ઓપરેટરને બોટ ચલાવાની તાલીમ જ ના હોવાનો ઘટસ્ફોટ

Vadodara News : સમગ્ર દેશને હચમચાવી નાખનારા વડોદરા (Vadodara)ના હરણી હત્યાકાંડમાં આજે ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું કે હરણી હત્યાકાંડમાં એફઆઇઆરમાં પરેશ શાહ અને નિલેશ જૈનનું નામ સામેલ કરાયું છે.

Advertisement

પરેશ શાહ અને ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટ ચલાવતો નિલેશ જૈન પણ અરેના ફન પાર્ક સાથે સંકળાયેલો

પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે કહ્યું કે હરણી લેક ઝોનમાં સર્જાયેલા દુખદ બનાવમાં કુલ 18 આરોપી સામે ફરિયાદ થઇ છે તેમાં એક આરોપીનું મોત થયું છે. બાકીના 17 આરોપી પૈકી 6 આરોપીની ધરપકડ કરાઇ છે. પકડાયેલા 6 આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે પરેશ શાહ અને ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટ ચલાવતો નિલેશ જૈન પણ અરેના ફન પાર્ક સાથે સંકળાયેલો છે અને પરેશ અને નિલેશ રોજે રોજ ફ પાર્ક ખાતે જતાં હતા અને આવક-જાવકનો હિસાબ કરતા હતા.

Advertisement

મહત્વના ડોક્યુમેન્ટ પણ મળ્યા

તમામ 6 આરોપીની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયા બાદ આ અંગેના મહત્વના ડોક્યુમેન્ટ પણ મળ્યા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું કે સંચાલકોમાં પરેશ શાહની પત્ની તથા પુત્ર અને પુત્રી હતા અને ત્રણેયની સામે ગુનો નોંધાયેલો છે અને હવે પરેશ શાહ અને નિલેશ જૈનની સંડોવણી બહાર આવતાં બંનેના નામ એફઆઇઆરમાં નોંધાયા છે.

Advertisement

 બોટ ઓપરેટર નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઇ તાલીમ ન હતી

તેમણે કહ્યું કે તપાસમાં ખુલાસો થયો કે બોટ ઓપરેટર નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઇ તાલીમ ન હતી. તેને માત્ર સ્વીમીંગ આવડતું હતું પણ તે સિવાય તેની અન્ય કોઇ લાયકાત ન હતી. જે હેલ્પર છે તેને તો સ્વીમીંગ પણ આવડતું ન હતું. બોટ ઓપરેટરને નિલેશ જૈને નોકરી પર રખાવ્યો હતો.

આરોપીઓ સામે લૂક આઉટ નોટિસની પણ પ્રક્રિયા

તેમણે કહ્યું કે આરોપીઓ સામે લૂક આઉટ નોટિસની પણ પ્રક્રિયા શરુ કરાઇ છે અને તમામ એરપોર્ટને પણ જાણ કરવામાં આવી છે. આ કેસમાં ઝડપથી આરોપીની ધરપકડ કરાશે તથા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણુક કરાશે. આ ઉપરાંત મહાનગરપાલિકા સાથે થયેલા એમઓયુમાં અહીં જેટી કેટલી રખાઇ હતી અને લાઇફ સેવિંગ માટે ક્યા સાધનો રખાયા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવાઇ છે. પકડાયેલા આરોપીઓના ફોનની પણ ચકાસણી કરાઇ છે.

ડોલ્ફીનના નિલેશ જૈનને પેટા કોન્ટ્રાક્ટ

પરેશે ડોલ્ફીનના નિલેશ જૈનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની પણ આરોપીઓએ કબુલાત કરી છે તેમ સીપીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે પાર્કની આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને અપાતું હતું તથા ટીકીટ વેચાણની માહિતી પણ પરેશ , નિલેશને અપાતી હતી. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો તેમ જણાવતાં પોલીસ કમિશનરે કહ્યું કે પાસપોર્ટ ઓફિસની મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો--VADODARA : માસૂમોના મોતની કિંમત ફક્ત 750 રૂપિયા ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

''

Tags :
Advertisement

.