Vadodara : કરજણ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત
વડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
મહત્વનુંછે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ PM નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સના લિસ્ટમાંનું એક છે. અવાર-નવાર રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ વિવિધ ઠેકાણે બુલેટ ટ્રેનને લઇ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા જતા જોવા મળે છે. બુલેટ ટ્રેન સત્વરે શરૂ થાય તેવું સરકાર ઇચ્છી રહી છે. અનેક અવરોધોને દુર કરીને હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Kutch : ભુજમાં જર્જરિત ઈમારતો અંગે તંત્રનું ભેદી મૌન