ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara : રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી, છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકોને શોધી પરિવારને સોંપ્યા...

પોલીસનું કામ માત્ર ગુનાખોરી ડામવાનું નથી હોતું પણ સામાજિક કામ પણ હોય છે તે સાર્થક કર્યું છે વડોદરા રેલ્વે ડિવિઝન પોલીસે. રેલ્વે પોલીસે છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. દેશના વિવિધ...
02:13 PM Oct 18, 2023 IST | Dhruv Parmar

પોલીસનું કામ માત્ર ગુનાખોરી ડામવાનું નથી હોતું પણ સામાજિક કામ પણ હોય છે તે સાર્થક કર્યું છે વડોદરા રેલ્વે ડિવિઝન પોલીસે. રેલ્વે પોલીસે છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.

દેશના વિવિધ રાજ્યો, શહેરોમાંથી બાળકો કે પુખ્ત વયના મહિલા પુરુષો ઘરેથી ભાગી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેનનો સહારો લે છે. નાના બાળકોને તેમના માતા કે પિતા કોઈ કામ બાબતે ઠપકો આપતાં ઘરેથી ભાગી જાય છે, જ્યારે પુખ્ત વયનાં મહિલા પુરુષો ઘર કંકાસના કારણે ઘર છોડીને નીકળી જાય છે.ત્યારે આવા લોકો ટ્રેનનો વધુ ઉપયોગ કરે છે. રેલ્વે પોલીસે આવા ગુમશુદા અને ઘરેથી નીકળી ગયેલા લોકોને શોધવા માટેનું એક ખાસ અભિયાન ચલાવ્યું છે.

પશ્ચિમ રેલ્વે વડોદરા ડિવિઝનના નવા પોલીસ વડા તરીકે સરોજ કુમારી આવ્યા બાદથી રેલ્વે પોલીસ અને SHE ટીમ વધુ સતર્ક બની છે. રેલ્વે પોલીસ અને SHE ટીમના મહિલા જવાનો ટ્રેનમાં, પ્લેટફોર્મ પર કે રેલ્વે સ્ટેશનના અન્ય વિસ્તારમાં એકલા બાળકો, વ્યક્તિઓને શોધી પૂછપરછ કરે છે. તેવો ક્યાં જાય છે અને ક્યાંથી ટ્રેનમાં બેઠા તે માહિતી પણ મેળવે છે અને જો પોલીસને શંકા જાય તો તેવા બાળક કે વ્યક્તિને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જવાય છે.જ્યાં તેમના પરિવારની માહિતી મેળવી પરિવારને જાણ કરી આવા લોકોનો પરિવાર સાથે મિલાપ કરાવે છે.

રેલ્વે પોલીસે ડિવિઝનના 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકો સહિત કુલ 147 લોકોને શોધી કાઢ્યા છે.પોલીસ બાળકોને ટ્રેન કે પ્લેટફોર્મ પરથી શોધી તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલાપ કરાવે છે. સાથે જ માતા પિતાનું કાઉન્સેલિંગ કરી બાળકની કઈ રીતે કાળજી લેવી તેની સમજ પણ આપે છે. રેલ્વે પોલીસે ઓગસ્ટ મહિનામાં 77 અને સપ્ટેમ્બર માસમાં 70 લોકોને શોધી કાઢ્યા છે.

રેલવે પોલીસે છેલ્લા બે માસમાં વિવિધ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોધી કાઢેલ બાળકોની વાત કરીએ તો...

રેલ્વે પોલીસ વડા સરોજ કુમારીએ કહ્યું, એક મુંબઈની 9 વર્ષની બાળકીને તેની માતાએ હોમવર્ક બાબતે ઠપકો આપતાં તે બાળકી ઘરેથી નીકળી ટ્રેનમાં બેસી ભરૂચ આવી, જ્યાં SHE ટીમે બાળકીને જોઈ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી. જેમાં રેલ્વે પોલીસે બાળકીના માતા પિતાનો સંપર્ક કરી બાળકીને પરિવારને સોંપી આવી જ રીતે કેટલાક બાળકો ગેમ રમવા બાબતે, મોબાઈલ બાબતે પણ જીદ પૂરી ન થતાં ઘર છોડી દે છે તેવા પણ કિસ્સા સામે આવ્યા છે.

મહત્વની વાત છે કે, વડોદરા રેલ્વે પોલીસે છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકોને શોધી પરિવાર સાથે મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી છે. રેલ્વે પોલીસ ગુનાખોરી ડામવા ઉપરાંત પોતાની સામાજિક જવાબદારી પણ અદા કરી રહી છે, જેના કારણે અનેક માસૂમ બાળકોની જિંદગી બરબાદ થતા બચી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar : ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરશે, પગાર વધારાની રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત

Tags :
childrenGujaratRailway PoliceSaroj KumariVadodaraVadodara Railway Division
Next Article