Uttarakhand: દહેરાદૂનમાં વરસાદ થતા જંગલોને રાહત, આ વિસ્તારમાં હજી ભભૂકી રહી છે આગ
Uttarakhand: ઉત્તરાખંડના જંગલ વિસ્તારામાં લાગેલી આગ કેટલેક અંશે કાબુમાં આવી છે. જંગલોમાં વરસાદ થવાનો કારણે કે આગ પર કાબુ આવ્યો છે તેવી વિગતો સામે આવી છે. દહેરાદૂન સહિત અનેક વિસ્તારોમાં શનિવારે સાંજે ભારે વરસાદ થતા આગથી જંગલમાં થોડી રાહત થઈ છે. જો કે, અત્યારે પણ કુમાઉ, ગઢવાલ મંડલોમાં આગ પર કાબુ આવ્યો નથી. અહીં ઘટના સ્થળ પર વન અધિકારીઓ આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આગને કાબુમાં લેવાની કામગીરી યથાવત
ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રીએ દરેક વનાધિકારીની રજાઓ રદ્દ કરીને 24 કલાક આ કામ માટે રહેવાનો આદેશ આપ્યો છે. આ સાથે મુખ્યમંત્રી ધામીએ રિસ્પોન્સ ટાઈમ પર કામ કરવા વન વિભાગને આદેશો આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, વન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અગ્નિશમન પ્રણાલીમાં સુધારો કરવા માટે સંકલન કરવા સૂચના આપી છે.
આગને પગલે મુખ્યમંત્રીએ બોલાવી ખાસ બેઠક
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી મુષ્કરસિંહ ધામીનીએ આ મામલે એક બેઠક પર બોલાવી હતી. જેમાં આગને કાબુ લેવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. સૂચનાઓને અનુસરીને જિલ્લા મેજિસ્ટ્રેટ વંદનાએ વિવિધ વિભાગોને નૈનીતાલ ફોરેસ્ટ ડિવિઝન, હલ્દવાની ફોરેસ્ટ ડિવિઝન અને રામનગર ફોરેસ્ટ ડિવિઝન જેવા ભારે અસરગ્રસ્ત વન વિભાગોને જરૂરી માનવ અને અન્ય સંસાધનો પૂરા પાડવા અને યુદ્ધ પર અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ હાથ ધરીને વ્યાપક જનજાગૃતિ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. સૂચના આપી હતી.
પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય યથાવત
નોંધનીય છે કે, જિલ્લા પ્રશાષન દ્વારા રાહત અને બચાવ કાર્યો માટે નૈનીતાલ, હલ્દ્વાની અને રામનગર વન વિભાગોમાં બે રાજકીટ વાહનો પણ મોકલી આપ્યા છે. આ વાહનો દ્વારા, સંબંધિત વન વિભાગની ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય કે, ઉનાળામાં જંગલોમાં લાગેલી આગ પર કાબુ મેળવવો ઘણો અઘરો હોય છે. જેથી પ્રશાસન આ મામલે ઝડપી કાર્ય કરીને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યું છે.