Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand : કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન, 1 નું મોત, અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા...

Uttarakhand ના કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન ભૂસ્ખલનના કારણે 1 નું મોત અને અનેક દટાયા SDRF અને NDRF ની ટીમો ઘટના સ્થળે પહોંચી ઉત્તરાખંડ (Uttarakhand)માં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 1 મુસાફરનું મોત...
uttarakhand   કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન  1 નું મોત  અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા
Advertisement
  1. Uttarakhand ના કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન
  2. ભૂસ્ખલનના કારણે 1 નું મોત અને અનેક દટાયા
  3. SDRF અને NDRF ની ટીમો ઘટના સ્થળે પહોંચી

ઉત્તરાખંડ (Uttarakhand)માં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 1 મુસાફરનું મોત થયું છે અને 2 ઘાયલ થયા છે. જો કે, અન્ય ઘણા મુસાફરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે જેમના માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRF ની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

Advertisement

બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી...

માહિતી મળતાની સાથે જ SDRF, NDRF અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 1 મૃતક અને 2 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Ajmer Train : બીજી ટ્રેનને પલટી નાખવાનું કાવતરું, ટ્રેક પર 70 કિલોના 2 સિમેન્ટ બ્લોક મૂક્યા

CM ધામીએ દુઃખ વ્યક્ત કર્યું...

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​સાંજે સોનપ્રયાગ-મુંકટિયા વચ્ચે કાટમાળ પડી જવાને કારણે થયેલા અકસ્માતના દુઃખદ સમાચાર મળતાં શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખૂબ જ દુઃખદ માહિતી પ્રાપ્ત થઈ છે કે સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે કાટમાળને કારણે કેટલાક મુસાફરો દટાયા છે. હું પોતે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. હું મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરું છું. CM ધામીએ કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : '56 ઈંચની છાતી હવે ઈતિહાસ...', US થી રાહુલ ગાંધીનો હુમલો, કહ્યું- 'આ લોકો ભારતને સમજતા નથી'

ઘટનાનો વીડિયો સામે આવ્યો...

ઉત્તરાખંડ (Uttarakhand)માં કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક ભૂસ્ખલન બાદ સૈનિકોની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો : Bihar : ARWAL માં CPI (ML)ના નેતાની હત્યા, રસ્તામાં રોકીને ગોળીઓ ચલાવી, આરોપી ફરાર

Tags :
Advertisement

Trending News

.

×