Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarakhand Haldwani: હલ્દ્વાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ

Uttarakhand Haldwani: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરુવારે મોટી અરાજકતા જોવા મળી હતી. મલિકા બગીચા પાસે આવેલ મદરેસા અને મસ્જિદ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.ત્યાર બાદ અરાજક તત્વો દ્વારા પથ્થરમારો અને આગચંપી શરી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આમાં...
uttarakhand haldwani  હલ્દ્વાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ

Uttarakhand Haldwani: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરુવારે મોટી અરાજકતા જોવા મળી હતી. મલિકા બગીચા પાસે આવેલ મદરેસા અને મસ્જિદ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.ત્યાર બાદ અરાજક તત્વો દ્વારા પથ્થરમારો અને આગચંપી શરી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આમાં કેટલાય પોલીસકર્મીઓ પણ ઘાયલ ગયા હતાં. અત્યારે આ વિસ્તારને કાબુમાં લેવા માટે પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ઉપદ્રવિયોને રોકવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું અને ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો.

Advertisement

તોફાનીઓએ પોલીસ સ્ટેશન સળગાવી દીધું

મળતી વિગતો પ્રમાણે સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા પહોચેલી નગર નિગમની ટીમ પર ભૂ-માફિયાઓ દ્વારા હુમલો કરતી વખતે પોલીસ સ્ટેશન સળગાવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નગર નિગમ અને પોલીસ ફોર્સ પહેચો તે પહેલા જ અહીં અસામજિક તત્વો પહોચીં ગયા હતાં. અહીં નિગમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાની સાથે ઉપદ્રવિયોએ હુમલો કરી દીધો હતો. અત્યારે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ઉપદ્રવિયોને જોતાની સાથે ગોળી મારી દેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, અત્યારે ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હાઈ લેવલની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્ય સચિવ, ડીજીપી સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. હલ્દવાનીમાં કર્ફ્યુ લાગુ કરતી વખતે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, આ ઘટના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીને તે વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રદેશમાં કોઈને પણ કાનૂની વ્યવસ્થા સાથે ખિલવાડ કરવાની છૂટ આપવામાં નહીં આવે, તેમની સાથે કડક કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે.

Advertisement

સ્થાનિકોએ સરકારી કામ રોકવાનો કર્યો પ્રયત્ન

નોંધનીય છે કે,  અહીં JCB વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું. ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. SDM સહિત અનેક પોલીસકર્મીઓ અને પત્રકારો પણ ઘાયલ થયા છે. જેથી અત્યારે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. અત્યાપે અહીં તોફાનકારીઓને જોતાની સાથે ગોળી મારી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: ગેરકાયદેસર મધરેસા અને નમાઝના સ્થળ પર ધામી સરકારનું ફર્યું BULLDOZER

Tags :
Advertisement

.