Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand : 50 મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા

Uttarakhand ના અલ્મોડામાં ભયાનક માર્ગ અકસ્માત મર્ચુલામાં કુપી ગામ પાસે બસ ખાઈમાં પડી બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા ઉત્તરાખંડ (Uttarakhand)ના અલ્મોડામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગઢવાલ-રામનગર રૂટ પર સોલ્ટ તહસીલના મર્ચુલામાં કુપી ગામ પાસે બસ ખાઈમાં...
uttarakhand   50 મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી  અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા
Advertisement
  1. Uttarakhand ના અલ્મોડામાં ભયાનક માર્ગ અકસ્માત
  2. મર્ચુલામાં કુપી ગામ પાસે બસ ખાઈમાં પડી
  3. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા

ઉત્તરાખંડ (Uttarakhand)ના અલ્મોડામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગઢવાલ-રામનગર રૂટ પર સોલ્ટ તહસીલના મર્ચુલામાં કુપી ગામ પાસે બસ ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે પોલીસ અને SDRF નું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બસ સોમવારે સવારે રામનગરથી રાનીખેત જવા નીકળી હતી ત્યારે સંતુલન ગુમાવવાને કારણે તે ખાડામાં પડી હતી.

Advertisement

બચાવ કાર્ય શરૂ થયું...

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કુપી નજીક ઊંડી ખાઈમાં પડી ગયેલી બસ પૌડી જિલ્લાથી રામનગર તરફ 50 લોકો સાથે આવી રહી હતી. આ દરમિયાન બસ કુપી પાસે અકસ્માત સર્જી હતી અને ઉંડી ખાઈમાં પડી હતી. ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નવીનતમ અપડેટ મુજબ, નૈનીતાલ જિલ્લા પોલીસ પણ રાહત કાર્યમાં લાગેલી છે.

Advertisement

અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળી આવ્યા...

અકસ્માત સ્થળે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી રહી છે અને અત્યાર સુધીમાં 15 મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢ્યા છે. ANI અનુસાર, જે બસ ખાઈમાં પડી તે ગઢવાલ મોટર યુઝર્સની છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

CM ધામીએ આપ્યું નિવેદન...

ઉત્તરાખંડ (Uttarakhand)ના CM પુષ્કર સિંહ ધામીએ પણ આ બસ અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે લખ્યું - "અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનામાં મુસાફરોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને SDRF ની ટીમો અહીં છે. ઈજાગ્રસ્તોને બચાવવા માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ જેથી તેઓને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે.

આ પણ વાંચો : Delhi માં હવાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, આ 12 વિસ્તારોમાં AQI 400 ને પાર

Tags :
Advertisement

.

×