ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Uttar Pradesh: ધર્માંતરણ કરાવતા એક શિક્ષક સહિત ત્રણ લોકોની ધરપકડ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Uttar Pradesh: ધર્મ પરિવર્તનની બીમારી સતત વધી રહીં છે જે દેશ માટે ખરેખર ચિંતાની વાત છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)થી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યાં છે. અહીં ફરુખાબાદ જિલ્લાના મેરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુરાર ગામમાં RSSના ધર્મ જાગરણના વડાએ એક...
09:46 PM Apr 07, 2024 IST | VIMAL PRAJAPATI
Uttar Pradesh

Uttar Pradesh: ધર્મ પરિવર્તનની બીમારી સતત વધી રહીં છે જે દેશ માટે ખરેખર ચિંતાની વાત છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)થી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યાં છે. અહીં ફરુખાબાદ જિલ્લાના મેરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુરાર ગામમાં RSSના ધર્મ જાગરણના વડાએ એક શિક્ષક સહિત ત્રણ લોકોને એક ઘરમાં ધર્મ પરિવર્તન કરાવતા પકડ્યા. ધર્મ પરિવર્તન માટે લાવવામાં આવેલા ગરીબ પરિવારોની 12 મહિલાઓ અને સાત પુરુષો પણ ઘરમાંથી મળી આવ્યા હતા. સ્થળ પરથી બે બાઈબલ અને ત્રણ કોરા ચેક મળી આવ્યા હતા. નોંધનીય છે કે, પોલીસે કાર્યવાહીની ભાગ રૂપે ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા

મળતી વિગતો પ્રમાણે આરએસએસ જિલ્લા ધર્મ જાગરણ પ્રમુખ દિનેશ સિંહ તોમર અને તેમની સાથે અન્ય કાર્યકર્તાઓએ રવિવારે સવારે 11 વાગે કુરાર નામના ગામમાં રેડ પાડી હતીં. આ દરમિયાન તેમને એક મકાનમાંથી મહિલાઓ તેમના બાળકો સાથે મળી આવી હતી, પુરુષ સિવાય ત્રણ બહારના લોકો મળી આવ્યા હતા. અહીં ત્રણ લોકો મહિલાઓ, પુરૂષો અને બાળકોને બાઇબલના પાઠ ભણાવી રહ્યા હતાં. આ દરમિયાન ઢોલક પર સંકીર્તન વગાડવામાં આવી રહ્યું હતું. ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ ગામના લોકો અહીં-તહીં વિખેરાઈ ગયા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં કૌશામ્બીના રહેવાસી મેરાપુર ઈન્ટર કોલેજના એક શિક્ષકનો પણ સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

આ બાબતે વિગતો આપતા દિનેશ સિંહ તોમરે કહ્યું કે, અહીં ધર્મ પરિવર્તનનું કામ થઈ રહ્યું હતું. આરોપીએ એક વર્ષમાં અનેક ગરીબ હિંદુ પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. પૈસાની લાલચે ગામમાં અમુક લોકો ધર્મ પરિવર્તન કરાવવા માટે મદદ પણ કરી રહ્યાં હતાં. પોલીસ સ્ટેશન હેડ નવીન કુમાર સિંહે જણાવ્યું કે તે ગામમાં ગયો હતો. અહીં હાજર મહિલાઓએ વળગાડ મુક્તિ વિશે વાત કરી હતી. કેસની તપાસ ચાલી રહી છે. સીઓ કયામગંજએ જણાવ્યું હતું કે શિક્ષક સહિત અટકાયત કરાયેલા ત્રણ લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Bihar: લોકસભા ચૂંટણીમાં વિક્ષેપનું હતું આયોજન, પોલીસે 8774 સિમકાર્ડ સાથે ત્રણને દબોચ્યા

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

આ પણ વાંચો: Dry Day : આ મહિને દિલ્હી-NCR માં 6 દિવસ માટે દારૂની દુકાનો બંધ, આ તારીખ નોંધી લો…

Tags :
Bengaluru latest newsCrime News uttar PradeshGazipur of Uttar Pradeshnational newsReligious ConversionUPUTTAR PRADESH NEWSUttar PradeshUttar Pradesh CMUttar Pradesh newsVimal Prajapati
Next Article