Ghazipur: બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડ્યો; 4 લોકોના મોત, આંકડો વધવાની આશંકા
Ghazipur, Uttar Pradesh: ઉત્તર પ્રદેશથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ગાઝીપુરમાં સોમવારે એક મોટી દૂર્ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે મુસાફરોથી ભરેલી એક બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડી ગયો હતોં. અત્યારે મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે ચાર લોકોનું મોત થયું છે. પરંતુ એવી આશંકા છે કે, હજું પર મોતનો આંકડો વધી શકે છે. આ આખી ઘટના મરદહ પોલીસ સ્ટેશન વિસ્તારના મહાહર ધામ પાસે બની હતીં. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ આ મામલે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવાના આદેશ કર્યાં છે.
બસ મઢના ખીરીયાથી દુલ્હન પક્ષને લઈને જઈ રહી હતી
સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાતકરવામાં આવે તો આ બસ કન્યા પક્ષના લોકોને લઈ જતી હતીં. આ બસ ક્યાંથી આવતી હતી અને ક્યાં જતી હતી? તાજેતરમાં જ એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે બાળકને બચાવી શકાય છે. બાળકની માતાના જણાવ્યા અનુસાર બસ મઢના ખીરીયાથી દુલ્હન પક્ષને લઈને જઈ રહી હતી. વિગતો એવી સામે આવી રહીં છે કે, અત્યાર સુધીમાં 4-5 લોકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 50 લોકો સવાર હતા. ડીઆઈજી વારાણસી ઓપી સિંહે કહ્યું કે 4-5 લોકોના મોતના અહેવાલ છે. અત્યારે અધિકારીઓ સ્થળ પર છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
उत्तर प्रदेश के गाजीपुर में एक बड़ा दर्दनाक हादसा
यात्रियों से भरी बस के ऊपर गिरा हाईटेंशन तार
अभी तक 4-5 लोगों के मौत की खबर है#UttarPradesh #ghazipur #LatestNews #news #Uttarpradeshnews #Accidente pic.twitter.com/KYVHjT1wWt— mg_official - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 11, 2024
મળતી વિગતો પ્રમાણે બસમાં 50 લોકો સવાર હતાં
સ્થાનીક લોકોના જણાવ્યા પ્રમાણે બસમાં 50 લોકો સવાર હતાં. બસમાં સવાર લોકો કન્યા પક્ષના હતા જેઓ લગ્ન માટે જઈ રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હન પણ આ જ બસમાં હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌ જિલ્લાના રાનીપુર પોલીસ સ્ટેશનના ખીરિયા ગામના નંદુ પાસવાન તેની પુત્રીના લગ્ન માટે તેના પરિવાર અને ગ્રામજનોને મંદિરે લઈ જઈ રહ્યા હતા. હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયરને કારણે બસને અકસ્માત નડતાં લગ્નની ખુશી દુ:ખમાં ફેરવાઇ ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં દોઢ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.