Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttar Pradesh : જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષની મોટી જીત,જાણો કોર્ટે શું કહ્યું

હાલ ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.જ્ઞાનવાપી કેસમાં હિંન્દુ પક્ષની મોટી જીત થઈ છે.આજે અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં આવલ શ્રૃંગાર ગૌરી-દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા-અર્ચના કરવાનો અધિકાર માંગતી હિન્દુ પક્ષની અરજીને સાંભળવા યોગ્ય માની છે. આ સાથે કોર્ટે મસ્જિદ કમિટીની...
uttar pradesh   જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષની મોટી જીત જાણો કોર્ટે શું કહ્યું

હાલ ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.જ્ઞાનવાપી કેસમાં હિંન્દુ પક્ષની મોટી જીત થઈ છે.આજે અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં આવલ શ્રૃંગાર ગૌરી-દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા-અર્ચના કરવાનો અધિકાર માંગતી હિન્દુ પક્ષની અરજીને સાંભળવા યોગ્ય માની છે. આ સાથે કોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે.અલાહાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો ઝટકો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે.

Advertisement

અગાઉ સિવિલ દાવો રદ થયો હતો, જેને હાઈકોર્ટમાં પડકારાયો
હવે આ કેસમાં જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ જે.જે.મુનીરની સિંગલ ખંડપીઠે બુધવારે આ ચુકાદો આપ્યો હતો. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર-2022ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. શ્રૃંગાર ગૌરી કેસમાં રાખી સિંહ અને અન્ય 9 લોકો દ્વારા વારાણસી કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરાયો હતો, જે રદ થતાં મસ્જિદ ઈન્તેઝામિયા કમિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Advertisement

મુસ્લિમ પક્ષે શું દલીલ કરી હતી ?

અરજીમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને 12 સપ્ટેમ્બરે પડકારાયો હતો. કોર્ટમાં કેસ દાખલ કરનાર 5 મહિલા સહિત 10 લોકોને પક્ષકાર બનાવાયા હતા. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલા વાંધાને પહેલા જ ફગાવી દીધો હતો. મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે, 1991ના પ્લેસિસ ઓફ વોરશિપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ હેઠળ સિવિલ દાવો જાળવવા યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલ મહિલાઓને ચૈત્ર અને વાસંતીક નવરાત્રીના ચોથા દિવસે શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની મંજુરી મળેલી છે.

Advertisement

આ પણ  વાંચો-મોદી સરકારે વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને આપી મંજૂરી,કેબિનેટની બેઠક બાદ લેવાયો નિર્ણય

Tags :
Advertisement

.