ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bahraich માં Amitabh Yash તોફાનીઓને કાબુમાં લેવા હાથમાં પિસ્તોલ લઇને ઉતર્યા...

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તોફાનનું હિંસક સ્વરુપ તોફાનીઓને કાબુમાં લેવા એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે પોતે કમાન સંભાળી એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ પિસ્તોલ સાથે જોવા મળ્યા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ Bahraich Riots :...
02:56 PM Oct 14, 2024 IST | Vipul Pandya
Amitabh Yash

Bahraich Riots : ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich Riots ) માં રવિવારે રાત્રે દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલા તોફાન પછી સોમવારે સવારે તોફાને વધુ હિંસક સ્વરૂપ લીધું હતું. મહારાજગંજમાં સોમવારે સવારે અસામાજીક તત્વોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, ઘણા વિસ્તારોમાં ભારે હિંસા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશે (Amitabh Yash) પોતે કમાન સંભાળી છે.

એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ પિસ્તોલ સાથે જોવા મળ્યા

ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ બહરાઈચમાં હાથમાં પિસ્તોલ લઈને રસ્તા પર આવી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતે બદમાશોને રોકવા માટે પિસ્તોલ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો----Goa ફરવા ગયેલા 2 યુવકે સ્થાનિક યુવતીને પુછ્યું..તેરા રેટ ક્યા હૈ અને....

યુપીના મુખ્યપ્રધાન યોગીએ તોફાનીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવાના નિર્દેશ આપ્યા

બીજી તરફ યુપીના મુખ્યપ્રધાન યોગીએ તોફાનીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવાના નિર્દેશ આપ્યા છે. તેમજ તાજેતરની સ્થિતિ અંગેનો અહેવાલ પણ માંગ્યો હતો. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. સીએમ યોગીએ હત્યાના આરોપીઓને જલ્દી પકડવા કહ્યું છે.

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

ડીએમ મોનિકા રાનીએ કહ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સોમવારે હિંસામાં માર્યા ગયેલા યુવકના મૃતદેહને લઈને ભીડ બહાર આવી ત્યારે પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા. લોકોએ લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે વિરોધ હિંસક બન્યો, ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચો---Scorpio ની ચોરી કર્યા પછી ચોરોએ કહ્યું..સોરી..

Tags :
ADG Law & Order Amitabh YashAmitabh Yash seen with pistolBahraichBahraich PoliceBahraich riotsDurga idol processionpolice actionRiotsShops and vehicles were vandalizedUttar Pradesh
Next Article