Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ બનતાં જ Trumpનું મોટું એલાન, આ મહિલાને સોંપી મહત્વની જવાબદારી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણૂક કરી અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ વાતની પુષ્ટિ કરી US President-elect Donald Trump : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
રાષ્ટ્રપતિ બનતાં જ trumpનું મોટું એલાન  આ મહિલાને સોંપી મહત્વની જવાબદારી
  • અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન
  • વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણૂક કરી
  • અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ વાતની પુષ્ટિ કરી

US President-elect Donald Trump : અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President-elect Donald Trump ) વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી વિલ્સની નિમણૂક કરી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. તેમણે લખ્યું કે તમને જણાવી દઈએ કે સુઝી વિલ્સ વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ બનનાર પ્રથમ મહિલા હશે.

Advertisement

ટ્રમ્પે પોતાના આદેશમાં શું કહ્યું?

સુસી વિલ્સની નિમણૂક એ જાન્યુઆરીમાં તેમના સંભવિત શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પનો પ્રથમ મોટો નિર્ણય છે. પોતાના ઓર્ડરમાં ટ્રમ્પે કહ્યું, "સુસી વિલ્સે મને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી. તે મારી 2016 અને 2020ની સફળ ઝુંબેશનો અભિન્ન હિસ્સો હતી. સુસી કઠિન, સ્માર્ટ, ઈનોવેટિવ છે. પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસીનું હોવુ તે યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં એક યોગ્ય સન્માન છે. મને કોઇ શંકા નથી કે તેઓ આપણા દેશને ગૌરવ અપાવશે.”

Advertisement

આ પણ વાંચો---America માં હવે ટ્રમ્પ સરકાર, ગુજરાતીઓએ પરિણામ વધાવ્યા

Advertisement

કોણ છે સુસી વિલ્સ?

સુસી વિલ્સ ફ્લોરિડાના અનુભવી રિપબ્લિકન વ્યૂહરચનાકાર છે. સુસીએ 2016 અને 2020માં ફ્લોરિડામાં ટ્રમ્પના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ વખતે, ટ્રમ્પના સૌથી વધુ શિસ્તબદ્ધ અને સારી રીતે ચલાવવામાં આવેલા અભિયાનનો સંપૂર્ણ શ્રેય સુસી વિલ્સને આપવામાં આવી રહ્યો છે. સુસી વિલ્સ 2015માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલી હતી.

ચીફ ઓફ સ્ટાફનું કામ શું છે?

ચીફ ઓફ સ્ટાફ એ યુએસ સરકારમાં કેબિનેટ પદ છે. તેની નિમણૂક અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. આ પોસ્ટ પર નિયુક્ત વ્યક્તિ માત્ર રાષ્ટ્રપતિને જ રિપોર્ટ કરે છે. ચીફ ઓફ સ્ટાફનું કામ રાષ્ટ્રપતિના કાર્યસૂચિને અમલમાં મૂકવાનું તેમજ સ્પર્ધાત્મક રાજકીય અને નીતિગત પ્રાથમિકતાઓને નિયંત્રિત કરવાનું છે. તેમને ગેટકીપર શબ્દ પણ આપવામાં આવે છે, જેઓ મેનેજ કરે છે કે કોણ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ એ પણ નક્કી કરે છે કે રાષ્ટ્રપતિને મળનારા લોકોને ક્યારે અને કેવી રીતે બોલાવવા.

આ પણ વાંચો----હવે કમલા નહીં....Usha ની વિશ્વભરમાં થઇ રહી છે ચર્ચા....

Tags :
Advertisement

.