Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US Election માં ભારતીય મૂળના બે નેતાઓની જીત, કમલા હેરિસનું શાનદાર કમબેક...

US Election માટે ગઈકાલે થયું હતું મતદાન ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ગાઢ મુકાબલો US Election માં બે ભારતીય મૂળના નેતાઓની બોલબાલા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (US Election) માટે ગઈકાલે એટલે કે 5 મી નવેમ્બરે મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ...
us election માં ભારતીય મૂળના બે નેતાઓની જીત  કમલા હેરિસનું શાનદાર કમબેક
  1. US Election માટે ગઈકાલે થયું હતું મતદાન
  2. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ગાઢ મુકાબલો
  3. US Election માં બે ભારતીય મૂળના નેતાઓની બોલબાલા

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (US Election) માટે ગઈકાલે એટલે કે 5 મી નવેમ્બરે મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ પદની રેસ માટે રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક પાર્ટીના હરીફ કમલા હેરિસ વચ્ચે ગાઢ મુકાબલો હોવાનું કહેવાય છે. ચૂંટણી (US Election) પરિણામો પર સમગ્ર વિશ્વની નજર રહેશે. US ની ચૂંટણી (US Election)માં ભારતીય મૂળના બેનેતાઓની જીત થઇ છે. જેમાં મિશિગનથી શ્રી થાનેદાર અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમનો સમાવેશ થયા છે.

Advertisement

સુહાસ વર્જીનિયા અને ઈસ્ટ કોસ્ટની સીટ પરનો ઉમેદવાર...

38 વર્ષીય સુહાસ વર્જીનિયા અને ઈસ્ટ કોસ્ટની સીટ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા. તેમની સ્પર્ધા રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સી સામે હતી. તેમની જીત પછી, સુહાસે કહ્યું, "હું વર્જિનિયાના લોકોનો મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ આભાર માનું છું. આ એક ગર્વની ક્ષણ છે. આ જિલ્લો મારું ઘર છે. મેં અહીં લગ્ન કર્યા હતા. મારી પત્ની મિરાન્ડા અને "હું મારા પર વિશ્વાસ મૂકી રહ્યો છું.

શ્રી થાનેદારને મળી જીત.........

Advertisement

2023 થી મિશિગનના 13 મા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા 69 વર્ષીય શ્રી થાનેદાર પણ ભારતીય અમેરિકન છે. ત્રણેય રાજ્યો ડેમોક્રેટિક પાર્ટીના ગઢ માનવામાં આવે છે અને તેમની જીત મળી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી કમલા હેરિસ?

ફ્લોરિડા યુનિવર્સિટીની 'ઇલેક્શન લેબ' અનુસાર, 78 મિલિયનથી વધુ અમેરિકનો તેમના મત આપી ચૂક્યા છે. અહીં કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ પર દાવ લગાવી રહ્યું છે તો કોઈ કમલા હેરિસને વિજેતા ગણાવી રહ્યું છે. આજે પરિણામ આવશે તેવી પૂરી આશા છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પરિણામ કોઈપણ અવરોધ વિના આવશે. હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે જ્યારે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. બંન્ને પક્ષો પોતાની જીતને લઈને આશ્વસ્ત દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૂંટણી (US Election)ના બીજા જ દિવસે પરિણામો જાહેર થઈ જશે. પરંતુ ઘણી વખત એવું થતું નથી. વાસ્તવમાં શું થાય છે કે ઘણા રાજ્યોમાં મતોની ગણતરી અલગ-અલગ સમયે શરૂ થાય છે. જેના કારણે પરિણામ મળવામાં વિલંબ થાય છે.

Advertisement

આ પણ વાંચો : US ના પરિણામોમાં કમલા હેરિસનું જોરદાર પુનરાગમન...

અત્યારે શું સ્થિતિ છે...

ફોક્સ ન્યૂઝ અનુસાર હાલમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પને 205 અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને 117 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા હતા.

આ પણ વાંચો : US Election : ઉત્તર પ્રદેશમાં જે જીતશે તેની અમેરિકામાં બનશે સરકાર

ઈલેક્ટોરલ કોલેજમાં 538 ઈલેક્ટર્સ સામેલ...

તમને જણાવી દઈએ કે ઈલેક્ટોરલ કોલેજમાં 538 ઈલેક્ટર્સ સામેલ છે. જે તમામ 50 રાજ્યો અને કોલંબિયા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક રાજ્યમાં ત્રણથી 54 ઈલેક્ટોરલ વોટ હોય છે. જેને 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળશે તે રાષ્ટ્રપતિ બનશે.

આ પણ વાંચો : Israel Katz કોણ!, જે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના નવા સંરક્ષણ મંત્રી બન્યા?

Tags :
Advertisement

.