Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માં UPSC કોચિંગ સેન્ટરો સીલ, લાયબ્રેરી માલિકોએ લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી...

UPSC ના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા સર્જાઈ લાઇબ્રેરીઓએ વિદ્યાર્થીઓ માટે તેમની ફી બમણી કરી UPSC ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ આપી જાણકારી જૂના રાજેન્દ્ર નગરની ઘટના બાદ હવે UPSC ના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા સર્જાઈ રહી છે....
delhi માં upsc કોચિંગ સેન્ટરો સીલ  લાયબ્રેરી માલિકોએ લીધો આ નિર્ણય  વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી
  1. UPSC ના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા સર્જાઈ
  2. લાઇબ્રેરીઓએ વિદ્યાર્થીઓ માટે તેમની ફી બમણી કરી
  3. UPSC ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ આપી જાણકારી

જૂના રાજેન્દ્ર નગરની ઘટના બાદ હવે UPSC ના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા સર્જાઈ રહી છે. UPSC સાથે સંકળાયેલ લાઇબ્રેરીઓએ વિદ્યાર્થીઓ માટે તેમની ફી બમણી કરી દીધી છે. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સિવિલ સર્વિસના ઉમેદવારોએ દાવો કર્યો હતો કે 'બેઝમેન્ટ'માં ગેરકાયદેસર રીતે ચાલતા કોચિંગ સેન્ટરો સામે MCD ની કાર્યવાહી બાદ, જૂના રાજેન્દ્ર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી લાઇસન્સ પ્રાપ્ત પુસ્તકાલયોએ તેમની ફી બમણી કરી દીધી છે.

Advertisement

ઘટના બાદ MCD એ કાર્યવાહી કરી હતી...

તમને જણાવી દઈએ કે, MCD એ જૂના રાજેન્દ્ર નગરની તે ઈમારતો સામે કાર્યવાહી કરી છે, જ્યાં લાઈબ્રેરી અને અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે 'બેઝમેન્ટ'નો ઉપયોગ થતો હતો. આ વિસ્તારમાં રાઉના IAS કોચિંગ સેન્ટરના 'ભોંયરા'માં ગેરકાયદેસર રીતે ચાલતી લાઇબ્રેરીમાં વરસાદી પાણી ભરાવાને કારણે સિવિલ સર્વિસના ત્રણ ઉમેદવારોના મોત થયા બાદ ગત 27 મી જુલાઈએ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ કાર્યવાહી કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Lucknow : ભારે વરસાદથી વિધાનસભા પરિસરમાં પાણી જ પાણી...

ફીમાં કરાયો વધારો...

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાની તૈયારી કરી રહેલા એક ઉમેદવારે જણાવ્યું હતું કે, અગાઉ પુસ્તકાલયના માલિકો એક વ્યક્તિ પાસેથી દર મહિને રૂ. 2,000 થી રૂ. 3,000 વસૂલતા હતા, પરંતુ આ ઘટના પછી મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી લાઇબ્રેરી, લાયબ્રેરીઓ બંધ થયા બાદ વિદ્યાર્થીઓ પાસે બહુ વિકલ્પ બચ્યો ન હોવાનો ફાયદો ઉઠાવીને ઘણી લાઇસન્સવાળી લાઈબ્રેરીઓના માલિકોએ ફી બમણી કરી દીધી છે. તે જ સમયે, અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પટેલ નગર જેવા રાજેન્દ્ર નગરની આસપાસના વિસ્તારોમાં પુસ્તકાલયમાં જતા વિદ્યાર્થીઓને 4,000 થી 5,000 રૂપિયા સુધીની ફી જમા કરવાનું કહેવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો : Parliament : જાતિ મુદ્દે અનુરાગ-અખિલેશ વચ્ચે ઘમાસાણ...

Tags :
Advertisement

.