Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો

Upendra Dwivedi New Army Chief: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂન 2024 એટલે કે આજે રવિવારથી ભારતીય સેનાના ચીફ તરીકે કાર્યકાળ સંભાળવાના છે. વિગતે વાત કરવામાં આવે તો એવું પહેલી વાર થઈ રહ્યું છે કે, ભારતીય સેનામાં બે ક્લાસમેટ મોટી...
11:40 AM Jun 30, 2024 IST | VIMAL PRAJAPATI
Upendra Dwivedi New Army Chief

Upendra Dwivedi New Army Chief: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂન 2024 એટલે કે આજે રવિવારથી ભારતીય સેનાના ચીફ તરીકે કાર્યકાળ સંભાળવાના છે. વિગતે વાત કરવામાં આવે તો એવું પહેલી વાર થઈ રહ્યું છે કે, ભારતીય સેનામાં બે ક્લાસમેટ મોટી જવાબદારી સંભાળી રહ્યા હોય. જી હા! ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના વડા (Upendra Dwivedi New Army Chief) અને અડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય નૌ સેનાના વડા (Admiral Dinesh Tripathi Chief of Indian Navy) હશે. તમને જણાવી દઈએ કે, 1970 ના દશકમાં મધ્યપ્રદેશની રીવા સૈનિક સ્કૂલમાં નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને આર્મી ચીફ-નિયુક્ત ઉપેન્દ્ર દ્વિવેદી બન્ને સાથે પાંચમા ધોરણા સાથે અભ્યાસ કરતા હતા.

સ્કૂલમાં બન્ને અધિકારીઓ રોલ નંબર પાસે પાસે હતા

મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો બન્ને અધિકારીઓના સ્કૂલમાં રોલ નંબર પર પાસે પાસે જ રહેતા હતા. મતલબ કે હવે ભારતની સૈન્ય તાકાત આ બન્ને હુનહાર ક્લાસમેટના હવાલે છે. નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીને તે વખથે રોલ નંબર 931 હતો જ્યારે દિનેશ ત્રિપાઠીનો રોલ નંબર 938 હતા. એટલું જ નહીં પરંતુ શાળામાં તેઓ ખુબ સારા મિત્રો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શાળાના શરૂઆતના દિવસોથી જ સારા એવા મિત્રો રહ્યા છે. જેથી અલગ-અલગ સેનામાં હોવા છતાં તેઓ હંમેશા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા ટ્વીટ કરી કહ્યું કે...

આ બાબતે જાણકારી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, ‘સેનામાં આ રેન્કના અધિકારીઓ વચ્ચે મજબૂત મિત્રતા કામકાજના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.’ નોંધનીય છે કે, રક્ષા મંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણ બાબૂને એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ 50 વર્ષ પછી પોતપોતાની સેવાઓનું નેતૃત્વ કરી રહ્યા છે. આનો સંપૂર્ણ શ્રેય રીવાની સૈનિક સ્કૂલને જાય છે.’

15 ડિસેમ્બર 1984 ભારતીય સેનામાં જોડાયા હતા

નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી બંનેની નિમણૂંકો પણ લગભગ બે મહિનાના અંતરાલ સાથે એક જ સમયે કરવામાં આવી હતી. 1964માં મધ્ય પ્રદેશમાં જન્મેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 15 ડિસેમ્બર 1984 રોજ ભારતીય સેનાની જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સમાં સામેલ થયા હતા.આ સાથે ઉત્તરી સેના કમાંડર તેઓ લાંબા સમય સુધી સેવામાં રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ, મહુમાંથી પણ અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો: ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત PM MODI કરશે ‘MANN KI BAAT’

આ પણ વાંચો: ICC T20 WC : ‘અજેય’ ભારતીય ટીમે વિરાટ જીત સાથે બનાવ્યો આ ‘અવિશ્વસનીય’ રેકોર્ડ!

આ પણ વાંચો: Valsad: પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત, પંથકમાં શોકનો માહોલ

Tags :
Admiral Dinesh Kumar TripathiAdmiral Dinesh TripathiAdmiral Dinesh Tripathi Chief of Indian NavyDinesh Kumar TripathiDinesh TripathiIndian Army ChiefLatest National Newsnational newsUpendra DwivediUpendra Dwivedi New Army ChiefVimal Prajapati
Next Article