Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ, ભાદર ડેમ 1માં પાણીની આવકમાં સતત વધારો

અહેવાલ-વિશ્વાસ ભોજાણી, ગોંડલ    હવામાન વિભાગ દ્વારા ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ગોંડલ શહેર માં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો અને પંથકના ઘોઘાવદર, બંધિયા, શીશક અને વાસાવડ સહિત ના ગ્રામ્ય પંથક માં...
ગોંડલ પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ  ભાદર ડેમ 1માં પાણીની આવકમાં સતત વધારો

અહેવાલ-વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

હવામાન વિભાગ દ્વારા ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ગોંડલ શહેર માં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો અને પંથકના ઘોઘાવદર, બંધિયા, શીશક અને વાસાવડ સહિત ના ગ્રામ્ય પંથક માં ધોધમાર વરસાદ વરસયો હતો ભારે વરસાદ ને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા.

Advertisement

Image preview
ગોંડલ પંથક માં આશરે 4 ઇંચ જેટલો વરસાદ, નાના મોટા ચેકડેમમાં ઘોડાપુર

ગોંડલ શહેરમાં સવાર થી ધીમીધારે વરસાદ ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે ગોંડલ તાલુકાના મોવિયા, ઘોઘાવદર, બંધિયા, શીશક, વાસાવડ સહીતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે બંધિયા ગામના સરપંચ રઘુરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બપોરે 11 વાગ્યા નો વરસાદ ચાલુ થયો છે 4 વાગ્યા સુધી માં આશરે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો બંધિયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું પુર જોવા લોકો ઉમટ્યા હતા મોવિયા, બંધિયા, શીશક અને વાસાવડ ની નદી માં ઘોડાપુર આવ્યા હતા ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને નાના મોટા ચેકડેમ, નદીઓ, નાળાઓ બે કાંઠે જોવા મળ્યા હતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Image preview

Advertisement

ભાદર ડેમ 1 માં પાણી ની આવક માં સતત વધારો

ગોંડલ પાસે આવેલ ભાદર ડેમ 1 માં પાણી ની આવક માં સતત વધારો જોવા મળી રહ્યો છે સાંજે 5 વાગ્યા સુધી ની ભાદર ડેમ માં પાણી ની સપાટી 27.90 ફૂટ ની જોવા મળી હતી ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને 9139 ક્યુસેક પાણી ની આવક ડેમ માં આવી રહી છે.

આ પણ -જૂનાગઢમાં મેઘતાંડવ, 9 ઇંચ વરસાદ જળબંબાકાર, વાહનો અને પશુઓ તણાયા

Tags :
Advertisement

.