UP News : અમરોહામાં સિનેમા હોલની દીવાલ ધરાશાયી થતા બે મજૂરોના મોત, 7 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના અમરોહામાં એક નિર્માણાધીન સિનેમા હોલની દીવાલ તૂટી પડતાં બે મજૂરોનાં મોત થયાં છે જ્યારે ચાર અન્ય લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. બે મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના ચાર લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને NDRF અને SDRF ની ટીમોને બચાવ કામગીરીમાં જોડાવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સંબંધિત અધિકારીઓને ઘાયલ લોકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા છે.
જણાવી દઈએ કે અમરોહા નગર કોતવાલી વિસ્તારમાં માધવ સિનેમા હોલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. હોલ સંપૂર્ણપણે જર્જરિત હતો, જેને સંપૂર્ણપણે તોડીને ફરીથી બનાવવામાં આવી રહ્યો હતો. ઈમારતના કેટલાક ભાગો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ નવું બાંધકામ પણ ચાલુ હતું. રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ મજૂરો સ્થળ પર કામ કરી રહ્યા હતા ત્યારે દીવાલ તૂટી પડી હતી. મજૂરોને ભાગવાની તક પણ મળી ન હતી.
અકસ્માતમાં 9 મજૂરો દટાયા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોના નામ યાસીન અને રફીક છે. બંને અમરોહાના કાલી પગડીના રહેવાસી છે. સાત લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Vadnagar to Varanasi Yatra : અહીંના કણ-કણમાં બધુ જ અલૌકિક છે, મહાકાલ કોરિડોર જોઈ લોકો કહે છે “મોદી હૈ તો મુમકીન હૈ”